ઉત્તરાયણયનો પર્વમાં લોકો આકાશમાં પતંગ ચગાવી આનંદથી મનાવતા હોય છે જ્યારે દારૂના રસિયાઓ માટે દારૂ પાર્ટી કરવાનો મોકો મળી જતો હોય છે. અમદાવાદમાં ધાબા પર દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં 29 વધુ લોકોને દારૂ પાર્ટી કરતા ઝડપી પાડ્યા હતા. જેમાં નવ યુવતીઓનો પણ સમાવેશ થયો હતો. જોકે, આજે સવારે પોલીસે તમામને છોડી મૂક્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
રવિવારે અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારની જેસ્ટી સ્ટ્રીટ હોટલના ધાબા ઉપર ડીજે સાથે દારુની મહેફીલ ચાલતી હોવાની બાતમી સ્થાનિક લોકોને થઇ હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસે તુરંત રેડ પાડતા 29 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી કરવા માટે લોકો BMW,ઓડી, મર્સીડીસ જેવી મોંઘી કારો લઈને આવ્યા હતા. 9 યુવતીઓ સહિતના 29 લોકોના હાઈપ્રોફાઈલ ગ્રૂપ ન્યૂ રાણીપમાં શરાબ, બીયર અને હૂક્કાની પાર્ટી માણી હતી. આ પાર્ટી ગુજરાતમાં પહેલીવાર થઈ હતી. રજવાડી થીમ પર થયેલી પાર્ટીમાં પકડાયેલા 29 હાઈપ્રોફાઈલ લોકોને પોલીસે વહેલી સવારે છોડી મૂક્યા હતા.
નશાબંધીની વાત કરવામાં આવે ત્યારે ગુજરાતનું નામ મોખરે આવે છે પણ હાલ આ બનાવ જોતા લાગી રહ્યું છે કે ગુજરાતમાં શરાબ અને શબાબની મહેફીલની વાત આમ બની ગઇ છે.ગાંધીના ગુજરાતમાં જ નશાબંધીના કાયદનો અમલ કેટલો થાય છે તે તો આ દ્રશ્યો જ કહી બતાવે છે.