પ્રવીણ તોગડિયા 11 કલાક સુધી ક્યાં હતા?, હજુ નથી મળ્યા આ સવાલોના જવાબ

ગઈ કાલે સોમવારે સવારે રહસ્યમય રીતે ગુમ થયેલા વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા 11 કલાક બાદ બેભાન હાલતમાં કોતરપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતા. 108 દ્વારા તેમને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે તેઓ ભાનમાં આવી ગયા છે અને તોગડિયા હાલ ધીમે ધીમે વાત કરી રહ્યા છે.

શહેરના ટોચના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, “અમને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ તોગડિયાને શોધવા માટે વિનંતી કરી હતી. તેમના જણાવ્યા મુજબ તોગડિયા VHP ઑફિસમાંથી સવારે 10.45 વાગે ગુમ થઈ ગયા હતા. તેઓ સૌથી પહેલા તોગડિયાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરશે અને પછી આખા દિવસ દરમિયાન તેમના લોકેશનની ભાળ મેળવશે.”

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દાઢી રાખતો VHPનો જ એક માણસ ધીરુ કપૂરિયા તોગડિયા સાથે રિક્ષામાં હતો. તે તોગડિયા વિષે જે કહેવાયુ છે તે સાચુ છે કે નહિ તે અંગે પણ તપાસ કરશે.

ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, “અમે તોગડિયા પાલડીની VHP ઑફિસમાંથી નીકળ્યા ત્યારે તેમની સાથે હતા તે ધીરુભાઈના કૉલ રેકોર્ડ્સ પણ મંગાવ્યા છે. અમારી ટીમ 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સર્વિસના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. જે વ્યક્તિએ 108ને ફોન કર્યો અને તોગડિયા વિષે જાણ કરી તેની ભાળ મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. ”

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here