અત્યારના બાળકો નાની ઉંમરથી જ ખૂબ જ ટેલેન્ટેડ હોય છે. વાતોની સાથે જ તેઓ પોતાની અદાઓથી પણ લોકોનું દિલ જીતી લે છે. સોશિયલ મીડિયા પર આવા કેટલાય નાના બાળકોનું અકકાઉન્ટ છે કે જેમની અદાઓ પર લોકો ફિદા થઈ જાય છે. ઈન્સ્ટાગ્રામ પર તાનિયા નામની એક બાળકીએ પોતાના ડાન્સથી લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. શિલ્પા શેટ્ટીના ગીત પર તેણે કરેલો આ ડાન્સ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર Tania & Sony નામનું એક અકાઉન્ટ છે. આ પેજ પર માતા અને દિકરીના જબરદસ્ત ડાન્સ વિડીયો શેર કરવામાં આવે છે. માતા અને દિકરી બંન્ને ડાન્સ કરવામાં માહિર છે અને પોતાના મૂવ્સ સાથે પોતાની આંખોથી પણ જાદૂ ચલાવે છે. દિકરી તાનિયાએ થોડા જ દિવસ પહેલા બોલીવુડ એક્ટ્રેસ શીલ્પા શેટ્ટીના ગીત પર ડાન્સ કર્યો હતો. આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
નાનકડી બાળકી તાનીયાએ આ વિડીયોમાં શિલ્પા શેટ્ટીની જાણીતી ફિલ્મ “મે ખેલાડી તૂ અનાડી” ના ગીતત પર જોરદાર ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું છે. ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર આ વિડીયોને અત્યારસુધીમાં 1 લાખથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. તમામ લોકો બાળકીના હુનરના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ ડાન્સ વિડીયોમાં બાળકી બીલકુલ શિલ્પા શેટ્ટીની જેમ જ ડાન્સ કરી રહી છે.