નાનકડી દિકરી કરી રહી છે ગજબના સ્ટંટઃ જૂઓ આ વાયરલ વિડીયો

સોશિયલ મીડિયા પર રોજે-રોજ અનેક પ્રકારના કેટલાય વિડીયોઝ વાયરલ થતા રહે છે. અત્યારે ફરીથી એક નાનકડી દિકરીનો વિડીયો વાયરલ થયો છે. હકીકતમાં ઈન્ટરનેટની દુનિયામાં આ વિડીયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે, તેમાં એક બાળકી રબર જેવી ફ્લેક્સિબિલીટી સાથે કમાલના સ્ટંટ કરી રહી છે. બાળકીના આ અચંબિત કરનારા ટેલેન્ટને જોઈને લોકો ચોંકી ગયા છે. આ વિડીયો જોયા બાદ લોકો તેને રબર ગર્લના નામથી બોલાવી રહ્યા છે. આ વિડીયોને અત્યારસુધીમાં કુલ 30 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોને જોઈને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ કરાટે ટ્રેનિંગ સેન્ટરનો વિડીયો છે. અહીંયા કેટલાય બાળકો એક સાથે બેઠેલા છે. આશરે 4 વર્ષની ઉંમરની આ બાળકી કરાટે જેવા પોઝ બનાવી રહી છે. બાદમાં તે પોતાના બંન્ને હાથોને ફેલાવીને પોતાના પગને માથે ટચ કરતા વોક કરવા લાગે છે. વોક ખતમ કર્યા બાદ તે હવામાં ગુલાટી લગાવવાનું શરૂ કરી દે છે. ગુલાટી લગાવતા-લગાવતા તે એક રાઉન્ડ પૂર્ણ કરે છે અને પછી પોતાના શરીરને ફોલ્ડ કરીને જમીન પર સ્ટંટ કરે છે.

આ વિડીયોમાં દિકરીએ કમાલના સ્ટંટ કર્યા છે. છોકરીના આ સ્ટંટ એટલા ખતરનાક હતા કે લોકો શ્વાસ અટકી ગયા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે છોકરીએ પોતાના હાથ-પગને સ્ટ્રેચ કરીને ખભા પર મૂકી દે છે. બાદમાં તે જમીન પર પેટના સહારે સૂઈ જાય છે.

Scroll to Top