સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક નાનકડી બાળકી સ્કેટિંગ રેસમાં જેવું જ દોડવાનું શરૂ કરે છે કે તરત જ તે પડી જાય છે. પરંતુ આમ છતા તે બધા જ લોકોને પાછળ છોડી દે છે.
View this post on Instagram
હકીકતમાં આ વાયરલ વિડીયોમાં કેટલીય નાની બાળકીઓ સ્કેટીંગની રેસ લગાવી રહી છે. આ પૈકી એક બાળકી શરૂઆતમાં જ જમીન પર પડી જાય છે. કેટલીક બાળકીએ તેનાથી આગળ નિકળી જાય છે.
આ દરમિયાન તે બાળકી ફરીથી ઉભી થાય છે અને પછી તો એવી રેસ લગાવે છે કે, બધાને પાછળ છોડી દે છે. આખરે શરૂઆતમાં પડી ગયેલી આ બાળકી બધાને પાછળ છોડીને રેસ જીતી જાય છે.
વિડીયોમાં લોકો બાળકીને ચીયર કરતા પણ દેખાઈ રહ્યા છે. આ વિડીયો આમતો સામ સામાન્ય છે પરંતુ આપણને શીખવાડી જાય છે કે, જીવનમાં કોઈ કામની શરૂઆતમાં પડી જાવ અર્થાત નિષ્ફળતા મળે તો નિરાશ ન થવું પરંતુ સતત આગળ વધવાનો પ્રયત્ન કરવો, તો વિજેતા બનશો.