મહિને રૂ. 18,000 કમાતા 4th ક્લાસ કર્મચારી પાસેથી મળી રૂ. 25 કરોડની સંપત્તિ, હોમ થિયેટર સાથે દરેક રૂમમાં એસી

ઈન્દોર: નગર નિગમના ફોર્થ ક્લાસ કર્મચારી અસલમ ખાનના ઘર પર લોકાયુક્ત દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને હવે તે વિશે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. લોકાયુક્ત તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, અસલમનો ભાઈ ઈકબાલ જે પોતે પણ નગર નિગમમાં ઈન્સપેક્ટર છે તેણે પોતાની ત્રણ કંપનીઓ ખોલી રાખી છે.

આ કંપનીઓના માધ્યમથી અસલમ અને તેમના સાથી બિલ્ડિંગ પરમીશન, કંસ્લટન્સી જેવુ કામ કરતા હતા. આ કામ માટે તેઓ બિલ્ડરો પાસેથી કમિશન તો લેતા જ હતા સાથે જ ઓફિસરોના નામે કમિશનખોરી પણ કરતા હતા. લોકાયુક્તે દરોડા દરમિયાન મહિને રૂ. 18 હજાર કમાતા ફોર્થ ક્લાસ કર્મચારી અસલમ પાસેથી રૂ. 25 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી છે.

લોકાયુક્ત પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અસલમ ભાઈ ઈકલાબ પણ નગરનિગમમાં ઈન્સપેક્ટર છે. સરકારી નોકરી હોવા છતાં ઈકબાલે અલ્ફા એસોસિયેટ, લક્ષ્મી એસોસિયેટ અને મેટ્રો એસોસિયેટ નામની 3 કંપનીઓ ખોલી છે. આ કંપનીઓના માધ્યમથી તેઓ બિલ્ડિંગ પરમિશન અને કન્સલટન્સી આપવાનું કામ કરતા હતા. આ કંપનીઓમાં અસલમ, તેનો ભાઈ અને અન્ય લોકો પણ પાર્ટનર હતા જેઓ કમાણી કરતા હતા.

કેવી રીતે પહોંચી સરકારી ફાઈલ, તેની થઈ રહી છે તપાસ

– દરોડામાં અસલમ અને તેના ઙાઈના ઘરપથી નગર નિગમની ઘણી ફાઈલો જપ્ત કરવામાં આવી છે. આ ફાઈલ નિગમના ઉદ્યાન વિભાગ, જનકાર્ય વિભાગની સાથે ટીએનસીપી સાથે પણ સંબંધિત છે

– સૂત્રોના જણાવ્યા પ્રમાણે અસલમ તેના ઘરેથી સામાનાંતર નિગમના નક્શા વિભાગનું કામ કરે છે. બિલ્ડરો તેને ઘરે જ મળવા આવતા હતા અને ત્યાં જ પૈસા આપીને બધુ કામ કરવામાં આવતું હતું. તેના ઘરેથી મળેલી સરકારી ફાઈલો ત્યાં કેવી રીતે આવી તેની તપાસ કરવામાં આવી રહી છે.

ફેસબુક પર પોતાને ગણાવતો એન્જિનિયર

– ઓફિસરોના જણાવ્યા પ્રમાણે અસલમે ફેસબુક પ્રોફાઈલમાં જણાવ્યા પ્રમાણે 1993માં હોલકર સાયન્સ કોલેજ બેંગલુરુથી અભ્યાસ કર્યો છે. જ્યારે બેંગલુરુમાં આવી કોઈ કોલેજ જ નથી.

– ઓફિસરોનું કહેવું છેકે, અસલમે સિવિલ એન્જિયનર કર્યું હોત તો તે નગર નિગમના ફોર્થ ક્લાસ કર્મચારી તરીકે કામ ન કરતો હોત. તે આખો દિવસ સહાયક એન્જિનિયર સ્તરના ભવન અધિકારીઓની સાથે ગાડીઓમાં ફરતો હોય છે. અસલમ પાસે કરોડોની પ્રોપર્ટી છે તેમ છતાં તેણે ઈન્કમ ટેક્સ નથી ભર્યો. કારણ કે તેણે નોકરીની વાર્ષિક આવક રૂ. 2 લાખ 28 હજાર જ દર્શાવી છે.

મિસ્ટર એક્સએ કરી હતી ફરિયાદ

– ફરિયાદ કર્તાએ ત્રિપલ એક્સના નામે અરજી કરી છે. તેણે અસલમના છ-સાત પ્લોટની માહિતી આપતા અરજીમાં કહ્યું છે કે, આ બધુ ગેરકાયદેસરની કમાણીથી ભેગુ કરવામાં આવ્યું છે. તેની નિગમમાં એટલી ઓળખાણ છે કે તે કોઈના પણ નક્શા પાસ કરાવી દે છે.

– લોકાયુક્ત ઓફિસરે અરજી પર આપવામાં આવેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરીને અરજી કરનારને નિવેદન આપવા બોલાવ્યા તો તેમણે પોતાની જાતને પ્રોપર્ટીનો બિઝનેસમેન હોવાની વાત કરી. ફરિયાદકર્તાએ કહ્યું કે, અસલમે બિલ્ડિંગ કંસ્ટ્રક્શનના લાઈસન્સ નકલી નામથી લઈને રાખ્યા છે અને તેના પર તે જાતે જ સહી કરે છે.

દરોડામાં શું-શું મળ્યું?

  1. 2 કિલો સોનાના દાગીના, 11 સોનાના બિસ્કિટ
  2. રૂ. 25 લાખ કેશ
  3. અશોકા કોલોનીમાં 5 મકાન, 1 ફ્લેટ, 1 મકાન પત્નીના નામે
  4. 1.512 હેક્ટર જમીન, ઓફિસ અને દુકાન, 3 કાર
  5. પત્નીના નામે સ્કીમ, રાજગૃહગ કોલોની, સુખલિયામાં 4 પ્લોટ
  6.  પત્નીના નામે એક દુકાન, 2 ફ્લેટ
  7. ભાઈ, મા અને પોતાના નામે પ્લોટ
  8. 5 લાખના બકરા
  9.  ઈન્દોરમાં 54 પ્લોટની એક સ્કીમ અને ઓફિસ
  10.  દેવાસના કમલાપુર અને મહૂના ચિકલીમાં જમીન
દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here