LPG Cylinder ના ભાવમાં આજે ફરીથી કરવામાં આવ્યો વધારો, જાણો શું છે તેનો નવો ભાવ…..

સામાન્ય જનતા માટે આજે ફરીથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓ દ્વારા સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે દેશની રાજધાની દિલ્હીમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, મહિનાના પ્રથમ દિવસે જ સરકાર દ્વારા 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 43 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ ઓક્ટબરના દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમત 1693 રૂપિયાથી વધીને 1736.50 રૂપિયા પહોંચી ગઈ છે.

જયારે દિલ્હીમાં સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરનો ભાવ વધીને 899.50 રૂપિયા પહોંચ્યો છે. જ્યારે કોલકાતામાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 911 રૂપિયાથી વધીને 926 રૂપિયા પહોંચી ગયો છે. મુંબઈમાં 844.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા પહોંચી ગયો છે. ચેન્નઇમાં ગેસ સિલિન્ડરનો ભાવ 900.50 રૂપિયાથી વધીને 915.50 રૂપિયા થઈ ગયો છે.

એક રિપોર્ટ અનુસાર, સરકારના એક આંતરિક મૂલ્યાંકન દ્વારા સંકેત સામે આવ્યા છે કે, એલપીજી ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર 1000 રૂપિયા ચૂકવવા પડી શકે તેવી શક્યતા છે. તેમ છતાં તેના પર સરકારનો શું વિચાર છે તે હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ સામે આવ્યું નથી.

Scroll to Top