ભારતમાં હાલના દિવસોમાં દરેક બાજુ કોરોના વૈકસીનની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન હવે ત્રીજી લહેરની પણ આશંકા જણાવવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની આગામી લહેર બાળકોને નિશાન બનાવી શકે છે.
જણાવી દઈએ કે દુનિયામાં 12 વર્ષથી ઓછી વયના બાળકોને હાલમાં કોરોનાની વૈકસીન આપવામાં આવી રહી નથી. એટલું જ નહીં, ભારતમાં 18 વર્ષથી ઓછી વયના લોકો માટે કોઈ પણ વૈકસીનને મંજૂરી આપવામાં આવી નથી. આ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે કોરોનાની નેઝલ વેક્સિન (Nasal Corona Vaccine) બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ પ્રકારની વેક્સિન નાક દ્વારા આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તે ઈન્જેકશન વાળી વેક્સિન કરતા વધુ અસરકારક છે. સાથે તેને લેવું પણ સરળ છે.
સૌમ્યા સ્વામિનાથે કહ્યું કે વધુને વધુ શાળાના શિક્ષકોને રસી આપવાની જરૂર છે. તેની સાથે તેમને કહ્યું કે બાળકોને ત્યારે જ શાળામાં મોકલવા જોઈએ જ્યારે સમુદાય સંક્રમણનું જોખમ ઓછું થાય. સ્વામિનાથને વધુમાં કહ્યું કે, ‘ભારતમાં બનાવવામાં આવેલ નેઝલ વેક્સિન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ બાળકોમાં લગાવવી ઘણી સરળ રહેશે. આ ઉપરાંત, તે શ્વસન માર્ગમાં પ્રતિરક્ષા (ઇમ્યુનિટી) વધારશે.
બાળકો પર જોખમ ઓછું
કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું કે બાળકો સંક્રમણથી સુરક્ષિત નથી, પરંતુ એમ પણ કહ્યું કે હાલમાં બાળકો પર વાયરસની અસર ઓછી થઈ રહી છે. દુનિયા અને દેશના આંકડા પર નજર કરીએ તો માત્ર 3-4 ટકા બાળકો ને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. નીતી આયોગ (સ્વાસ્થ્ય) ના સભ્ય વી.કે. પૉલે કહ્યું, ‘જો બાળકો કોવિડથી પ્રભાવિત થાય છે, તો પછી તેને કોઈ લક્ષણો થશે નહિ અથવા ઓછામાં ઓછા લક્ષણો થશે. તેમને સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. પરંતુ આપણે 10-12 વર્ષના બાળકો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે’.
ભારત બાયોટેક કરી રહી છે ટ્રાયલ
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ નેજલ વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દીધી છે. આ વૈકસીન નાક દ્વારા ડોઝ આપવામાં આવશે, જે કોરોનાને હરાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, નેઝલ સ્પ્રેના માત્ર 4 ટીપાંની જરૂર પડશે. નાકના બંને છિદ્રોમાં બે ટીપાં નાખવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રી અનુસાર, 175 લોકોને નેઝલ વેક્સિન આપવામાં આવી છે. તેમને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે જેમાં પહેલા અને બીજામાં 70 વાલંટિયર રાખવામાં આવ્યા છે. અને ત્રીજામાં 35 વાલંટિયર રાખવામાં આવ્યા છે. ટ્રાયલના પરિણામો આવવાના હજુ બાકી છે.