GujaratNewsSaurasthra - Kutch

કેસર કેરીના ઈતિહાસમાં સૌથી નીચા ભાવ, જૂનાગઢ યાર્ડમાં આટલા રૂપિયે વેંચાઈ કેરી

ગુજરાતમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાથી લોકોને ખૂબ નોકસાન પહોંચ્યું છે. જ્યારે આ દરમિયાન કેરીના પાકને ઘણું નુકસાન થયું છે. જુનાગઢ જિલ્લા અને આજુબાજુના ગામોમાં કે જ્યાં કેસર કેરીનું વાવેતર કરવામાં આવે છે. ત્યા જ તૌકતે વાવાઝોડાથી આંબાના બગીચાઓને ઘણું નુકસાન પહોંચ્યું છે.

આ બાબતમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના 18,000 બોક્સની આવક થઈ હતી જેનો ભાવ કિલોગ્રામના માત્ર 10 રૂપિયા બોલાયા હતા જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આ અગાઉ તૌકતે વાવાઝોડા પહેલા કેરીના એક બોક્સનો ભાવ 1200 થી 1500 રૂપિયા સુધી પહોંચ્યો હતો. જ્યારે આ દરમિયાન ખેડૂતોને એવી આશા હતી કે આ વખતે સિઝન સારી જશે. પરંતુ, હવે કેસર કેરીના બોક્સના ભાવ ઘટીને 700થી માત્ર 50 રૂપિયા સુધી બોલાવા લાગ્યા છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનની સામનો કરવો પડી રહ્યો છે.

આ દરમિયાન એક ખેડૂતે આ વિશે વાત કરતા કહ્યું હતું કે ‘જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 50 થી 55 હજાર બોક્સની આવક થઈ છે અને 80 રૂપિયાથી લઈને 150-175 રૂપિયા સુધીનું બોક્સનું વેચાણ થયું છે. જુનાગઢના ઈતિહાસમાં 80 થી 150 રૂપિયા સુધીની કેરી વેચાઈ હોય તેવું પ્રથમ વખત થયું  છે. તૌકતે વાવાઝોડાના કારણે ખૂબ નુકસાન થયું છે.’

તૌકતેને વાવોઝોડાના કારણે આંબા પર લટકી રહેલી 80 ટકા જેટલી કેરીઓ પડી ગઈ હતી. તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં આવેલી આંબાવાડીઓમાં આ વાવાઝોડાએ ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ, અત્યારના સમયે કેરીનો પાક ઓછો હતો તેવામાં તૌકતે વાવાઝોડું  આવતા ખૂબ જ ખરાબ સ્થિતિ થઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગની વાડીઓમાં વાવાઝોડાએ કારણે નુકસાન થયું છે.

મોટાભાગની કેરીઓ ભારે પવનને કારણે વૃક્ષો પરથી પડવાની સાથે વરસાદના લીધે પલળી ગઈ છે. જેનાથી હવે આ કેરીઓ કોઈ કામની રહી નથી. તે ના તો બજારમાં વેચી શકાશે ના તો ખાઈ શકાય તેવી છે. કેમકે આ કેરી કુદરતી રીતે પાકશે તે પહેલા તો તેમાં સડો થઈ જશે. જે કેરીઓ આંબા પર રહી છે. તે પણ ગમે ત્યારે ખરી પડશે તેવો ભય ડર ખેડૂતોને હેરાન કરી રહ્યો છે. જે ખેડૂતોએ લાખો રુપિયા ખર્ચીને આંબાવાડી ભાડે લીધી છે. તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. કેમકે આ સમયે આમેય કોરોના ઉપરાંત પાક ઓછો હોવાના કારણે ધંધો પણ ઓછો થયો હતો. એવામાં તૌકતેએ રહી-સહી આશાઓ પર પણ પાણી ફેરવી નાખ્યું છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker