આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આયે ઘણા દિવસો થઈ ગયાં છે પરંતુ હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કોણ સીએમ બનશે. આમ મહારાષ્ટ્રનું રાજકાર ખૂબ જ ગરમાયુ છે. હાલ મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના, એનસીપી કે કોંગ્રેસ કોઇ સરકાર બનાવી નથી શક્યા, જેને પગલે અંતે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.
પરંતુ હજુ પણ સરકાર બનાવવા માટે એક ત્રીજો રસ્તો ખુલો છે. જોકે આ રાષ્ટ્રપતિ શાસનની મદદથી હાલ માત્ર વિધાનસભાને સૃથગિત સિૃથતિમાં રાખવામાં આવી છે. જેનો મતલબ એ થયો કે જો કોઇ પક્ષ બહુમતનો દાવો કરીને રાજ્યપાલને લિસ્ટ સોંપશે તો તેને સરકાર બનાવવાની રાજ્યપાલ તક આપશે. જેથી હજુ પણ સરકાર બનાવવા માટે મહારાષ્ટ્રમાં ત્રીજો રસ્તો ખુલ્લો છે.
મહારાષ્ટ્ર માં રાજકારણ ખૂબ જ ગરમાયુ છે.અને હાલ કોણ સીએમ ની ખુરશી પર બેસશે તે સ્પષ્ટ થયું નથી. હાલ મહારાષ્ટ્ર વિધાનસભાને રાષ્ટ્રપતિ શાસન દ્વારા માત્ર સસ્પેન્ડ સ્થિતિમાં રાખવામાં આવી છે, એટલે કે આ રાષ્ટ્રપતિ શાસન કાયમી નથી.
જો કોઇ પક્ષ બહુમત સાબીત કરવા માટે ધારાસભ્યોનું સમર્થન હોવાનો પત્ર રાજ્યપાલને સોંપશે તો તેને તક આપવામાં આવી શકે છે. જેથી હજુ પણ સરકાર બનાવવા માટે એક ત્રીજો દરવાજી ખુલ્લો છે. જેને લઇને પણ હાલ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે વાતચીત ચાલી રહી હતી.અને આ વાતચીત દ્વારા હજુ પણ સરકાર બની શકે છે.
જો એનસીપી અને કોંગ્રેસ બન્ને મળીને શિવસેનાને ટેકો આપી દે તો સમર્થક ધારાસભ્યોની યાદીને રાજ્યપાલને સોપવામાં આવી શકે છે.અને રાજ્યપાલને સોંપી ને સરકાર બનાવી શકે છે.બીજી તરફ મહારાષ્ટ્રમાં જે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું તેને લઇને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. અને આ અપીલ દ્વારા હજુ પણ સરકાર બની શકે છે.
જેથી મહારાષ્ટ્રમાં સિએમ પદે કોણ બેશસે તેને લઈ ને હજુ કોઈ સ્પષ્ટ થઈ શક્યું નથી. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે શિવસેનાની અપીલને લઇને સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.અને સુપ્રીમ કોર્ટ માં નિર્ણય આવી શકે છે.
આ પરિસિૃથતિ વચ્ચે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લે છે તેની અસર પણ મહારાષ્ટ્ર વિધાનસભા પર થઇ શકે છે. અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ખબર પડી શકે છે કે કોણ સિએમ પડે બેસે છે. જ્યારે કોઇ પક્ષ સરકાર રચવાનો દાવો કરવા આવે તો પણ તે અંગેનો નિર્ણય શું લેવો તે હવે રાજ્યપાલ પર નિર્ભર રહેશે.જેથી હવે રાજ્યપાલ પર સંપૂર્ણ નિર્ભર છે.