જાણો આનંદ મહિન્દ્રાએ કેમ કહ્યું આ મોચીને આપવી જોઇએ IIM માં ભણાવવાની તક

આપણે ક્યાંક વાંચ્યું હશે કે સાંભળ્યું હશે કે દરેક પોતપોતાનું કામ તો કરે જ છે પરંતુ જો તમે રોજના કામને થોડું અલગ રીતે કરશો તો તમને પણ મજા આવશે અને બીજાને પણ ગમશે.

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ બે દિવસ પહેલા એક રસપ્રદ ફોટો ટ્વિટ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે જૂતાના રીપેર કરનારે આઈઆઈએમમાં માર્કેટિંગ ભણાવવાની તક આપવી જોઇએ.

આનંદ મહિન્દ્રાને લાગે છે કે આ મોચી વિદ્યાર્થીઓને માર્કેટિંગનો અભ્યાસ સારી રીતે કરાવી શકે છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ત્યારથી ઘણી વાયરલ થઇ ગઇ છે.

આનંદ મહિન્દ્રા પાસે લગભગ 10 હજાર કરોડની સંપત્તિ છે. તેમણે ફોર્ચ્યૂન મેગેઝિને દુનિયાના 50 શ્રેષ્ઠ નેતૃત્વકરનારાની યાદીમાં સામેલ કર્યા છે. 2013માં ફોર્બ્સ ઇન્ડિયાએ તેમને આંતોરપ્રિનીયર ઓફ ધ યરનું સન્માન આપવામાં આવ્યું હતું.

તેમણે શેર કરેલી તસવીરની નીચે ઘણી કમેન્ટસ પણ આવી છે. જેમાં એકે લખ્યું છે કે આ તસવીરે અમેરિકી રાષ્ટ્રપતિ લિંડન જોનસનની વાત યાદ કરાવી દીધી.

તેઓ નાસામાં કામ કરતાં એક ડ્રાઇવરની વાત કહેતા હતાં. જ્યારે તે તેને પુછે છે કે તે શું કરે છે? તેના જવાબમાં ઘણો રસપ્રદ જવાબ આવે છે કે હું લોકોને જમીનથી ચંદ્ર પર પહોંચાડવામાં મદદ કરૂં છું.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here