એક બિલાડીએ પોતાના બાળકની માણસના નવજાત સાથે મિત્રતા કરાવવા ગજબની હરકત કરી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો बुइटेनगेबिडेन નામના એક ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોને 149K થી વધારે વખત જોવામાં આવ્યો છે. દર્શકો આ વિડીયોને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે.
24 સેકન્ડના આ વિડીયોમાં માતા બિલાડીને પોતાના બાળકને મોઢામાં લઈને સુઈ રહેલા બાળકની બીલકુલ બાજુમાં મુકતા જોઈ શકાય છે. બિલાડીનું બાળક પણ દૂર જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ માતા બિલાડી તેને રોકી લે છે અને પાછી તે જ જગ્યાએ લઈ આવે છે. આ વિડીયોને કેટલીય વાતો શિખવાડી જાય છે. અને આ વિડીયો જોતા સ્પષ્ટ થાય છે કે, જાનવરો પાસે પણ દિલ તો હોય જ છે.
https://twitter.com/i/status/1435333337602826242
આ વિડીયો તમામ લોકોનું દિલ જીતી રહ્યો છે. એક યુઝરે વિડીયો પર કમેન્ટ કરતા લખ્યું કે, આ ખૂબ જ પ્યારો અને કિંમતી વિડીયો છે. જો કે, નાનકડા બિલાડી બાળને આ મનુષ્યના બાળક સાથે કોઈ મતલબ નથી. બીજા યુઝરે લખ્યું કે, વાસ્તવમાં મને લાગે છે કે, બિલાડી પોતાના બાળકને કહી રહી છે કે જોવો? આ પ્રકારે નાના બાળકો કેટલો સારો વ્યવહાર કરી રહ્યા છે.