હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસને સમર્થન આપવા માટે પશ્ચિમ બંગાળની સરકારનું એક ડેલિગેશન હાર્દિકના ઘરે પહોંચ્યું હતું. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પ્રતિનિધિ તરીકે દિનેશ ત્રિવેદી (પૂર્વ રેલવે મંત્રી) સહિત ચાર સાંસદોએ હાર્દિકની મુલાકાત લીધી હતી. આ આંદોલનના બીજા દિવસે હાર્દિકને મમતા બેનર્જીનું સમર્થન મળ્યું.
આમરણાંત ઉપવાસ પર બેઠેલા પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે બીજો દિવસ છે. હાર્દિકને ઉપવાસ માટેની જગ્યા ના મળ્યા પછી અમદાવાદમાં આવેલા એક રિસોર્ટમાં ઉપવાસ કરવાનું શનિવારથી શરું કર્યું છે. ત્યારે આજે ડૉક્ટરોની એક ટીમે હાર્દિક પટેલના સ્વાસ્થયની તપાસ કરીને હાર્દિકને એક સલાહ પણ આપી છે.
સોલા સિવિલના મેડિકલ ઓફિસર ડૉ. પ્રદિપ પટેલે હાર્દિકના સ્વાસ્થ્યની તપાસ કરીને જણાવ્યું કે હાલ તો હાર્દિકની સ્થિતિ બરાબર છે. શારીરિક તપાસમાં હાર્દિકના બ્લડ પ્રેશર 110-68 નોંધાયું છે જે સામાન્ય માણસ માટે યોગ્ય છે. સવારે હાર્દિકે બહેન મોનિકા સહિત અન્ય બહેનો પાસે રાખડી બંધાવીને રક્ષાબંધનની ઉજવણી ઉપવાસના સ્થળ પર જ કરી હતી.
ડૉ. પટેલે હાર્દિકની તપાસ કર્યા પછી પત્રકારોને જણાવ્યું હતું કે, ઉપવાસ કરી રહેલા હાર્દિકની તબીયત સામાન્ય છે. આ સાથે તેમણે હાર્દિકને પ્રવાહી ખોરાક સ્વરુપે લેવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે જો આમ કરવામાં નહીં આવે તો સાંજ સુધીમાં હાર્દિકનું બ્લડ પ્રેશર વધારે નીચું જઈ શકે છે.
નોંધનીય છે કે, હાર્દિકે ખેડૂતોની દેવા માફી, અનામત અને પાસ નેતા અલ્પેશ કથિરિયાને છોડવાની માંગ સાથે ઉપવાસે આમરણાંત ઉપવાસ શરુ કર્યા છે. હાર્દિકના ઉપવાસના કારણે કાયદો અને વ્યવસ્થા ખોરંભાય નહીં તે માટે પોલીસ દ્વારા કેટલાક તકેદારીના પગલાં પણ ભરવામાં આવ્યા છે. જેની સામે પાસના નેતાઓ દ્વારા અવાજ દબાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે. તો હાર્દિકને રાખડી બાંધવા માટે આવેલી તેની બહેન મોનિકાએ પણ સરકાર પોતાની મનમાની કરી રહી હોવાના આરોપ