કહેવાય છે કે, જન્મ અને મોત ઈશ્વરના હાથમાં હોય છે. ક્યારેક માણસ બિમારીથી મરી જાય છે તો ક્યારેક ભયંકર અકસ્માતોમાં માણસનું મોત થાય છે. તો ક્યારેક તો એવું બને છે કે, મોતના મુખની લગભગ નજીક પહોંચી ગયેલો માણસ પણ બચી જાય છે. ક્યારેક જિંદગીનો ટાઈમિંગ એટલો ગજબનો થઈ જાય છે 1 જ સેકન્ડમાં જે માણસ મૃત્યુ પામવાનો હોય તે 1 જ સેકન્ડ માટે બચી જતો હોય છે. આવો જ એક વિડીયો અત્યારે સોશિયલલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને આપ ચોંકી જશો.
That was close pic.twitter.com/sSQHpcEXlP
— Susanta Nanda (@susantananda3) June 24, 2021
ભારતીય વન સેવામાં કાર્યરત અધિકારી સુશાંત ચંદાએ આ વિડીયોને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “આ નજીક હતો”.
ખૂબ ચોંકાવી દેનારા આ વિડીયોમાં દેખાય છે કે, એક બાથરૂમમાં એક વ્યક્તિ લપસતો-લપસતો પહોંચે છે અને ત્યાં મૂકેલી વસ્તુઓ સાથે પણ ટકરાય છે. તે લપસીને ઉભો થઈને હજી તો જ્યાં ભાગે ત્યાં તેની પાછળ એક ચિત્તો તેના પર હુમલો કરવા તત્પર હોય તેવી સ્થિતિમાં દોડીને આવે છે. જો આ વ્યક્તિ એક પણ સેકન્ડનું મોડું કરત તો ચીત્તા રૂપી મોતનો શિકાર બની ગયો હોત.
જો આ વ્યક્તિ એક સેકન્ડ પણ ધીમે ભાગ્યો હોત તો પછી ચિત્તો તેનો શિકાર કરી જાત. પરંતુ કહેવાય છે ને કે, જીવનમાં નસીબ નામની પણ કોઈ વસ્તુ હોય છે. આ જ નસીબે આ માણસને મોતના મુખ સુધી પહોંચી ગયેલો બચાવી લીધો.