કોરોનાના સમયમાં વર્ક ફ્રોમ હોમ લોકો માટે ખૂબ જ આરામદાયક થઈ ગયું છે, કારણ કે ઘરમાં ફરતા ફરતા ખાવા-પીવવા માટે ફ્રીજમાં તેઓ જોઈ શકે છે. ઘરે હોય છે ત્યારે કોઈપણ વ્યક્તિનો ફોન ઉપાડી શકે છે. પરંતુ કેટલીક વાર લોકો આ કામમાં એટલા મશગુલ થઈ જાય છે કે, પોતાના આસપાસના માહોલથી અજાણ બની જાય છે અને અજીબ સ્થિતિમાં આવી જાય છે.
કંઈક આવું ઈન્ટરનેટ પર વાયરલ થનારા એક વિડીયોમાં જોવા મળ્યું છે. જ્યારે એક વ્યક્તિ પોતાના પૂલના કિનારે ફરતો-ફરતો મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો. તે પોતાની આસ-પાસની સ્થિતિ વિશે ભૂલી જ ગયો અને પૂલના કિનારે જ ફરતા-ફરતા તે અચાનક પાણીમાં પડી ગયો. જો કે, તે આખેઆખો પાણીમાં ન પડ્યો પરંતુ બચી ગયો. પડ્યા બાદ તે સ્વિમીંગ પુલમાં પગ મૂકીને બેસી ગયો. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે.
View this post on Instagram
આ શખ્સ પુલની પાસે એવી રીતે બેસી ગયો કે જાણે કંઈ થયું જ ન હોય. આટલું જ નહી પરંતુ પુલમાં પડ્યા બાદ પણ આ વ્યક્તિએ ફોન તો ન જ મૂક્યો. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને લોકો આ ભાઈની મૂર્ખતા પર જોરદાર હસી રહ્યા છે.