આ બનાવ સામે આયો છે સુરત શહેરમાં જ્યા ડિમસ વિસ્તારમાં કાંદી ફળીયામાં રહેતા પાંચ લૂંટારુઓએ એક આધેડને મોતને ઘાટ ઉતાર્યો છે. લૂંટારુઓ પહેલા આધેડના ઘરમાં ઘુસ્યા હતા. જ્યા તેમણે આધેડને પહેલા બાંદી દીધો, સાથેજ ઘરનો માલ સામાન તેમણે વેર વીખેર કરી લૂંટને અંજામ આપી હતી. આ મામલે સૌથી રહેલા મૃતકની માતાને જાણ થઈ હતી.
જ્યારે માતાએ તેના પુત્રને મૃત હાલતમાં જોયો ત્યારે તેના પગ નીચેથી જમન સરકી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે એફએસલ અને ડોગ સ્કોડની મદદ લઈને તપાસ આરંભી છે.
જોકે રાત્રી કર્ફયું સમયે આ હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતકના ઘરે મોડી રાત્રે પાંચ જેટલા લુટારુઓ ઘુસ્યા હતા. જ્યા તેમણે મૃતકના હાથ પગ બાંધી દીધા, સાવરના સમયે મૃતક બાંધેલી હાલતમાં જમીન પર પડેલો જોવા મળ્યો ત્યારે તેની માતાએ બૂમાબૂમ કરીને આસપાસના લોકોને બોલાવ્યા હતા.
સમગ્ર મામલે હાલ પોલીસની તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપીએ લૂંટ કરવાના ઈરાદે ઘરમાં ઘુસ્યા હતા. પરંતુ તેમની મકામ માલીક સાથે ઝપાઝપી થઈ જેમા તેનું મોત નિપજ્યું હોઈ શકે. આ ઉપરાંત સીસીટીવીમાં આ મામલે પાંચ જેટલા આરોપીઓ કેદ થયા છે. જેમા એક આરોપીની પાછળ કાળો થેલો લટકતો જોવા મળ્યો છે.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે. જેમા લૂંટ વીથ મર્ડરનો કેસ દાખલ કરીને પોલીસ આરોપીઓની તપાસ કરી રહી છે. સ્થાનિકોનું કહેવું છે અગાઉ આજ વિસ્તારમાં 6 મહિના અગાઉ મોબાઈલની ચોરી થઈ હતી. જેમા 3 આરોપીઓને ઝડપી પાડવામ આવ્યા હતા. પરંતુ આ હત્યાના બનાવ બાદ હવે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
ઉલ્લેખનિય છે કે અગાઉ જ્યારે ચોરી થઈ હતી ત્યારે સ્થાનિકોએ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મૃતક તેના ઘરમાં એકલો રહેતો હતો. જ્યારે તેની માતા તેના ઘરથી થોડેક દૂર આવેલ મકાનમાં રહેતી હતી. સાથેજ તે પૈસાદાર હતો. જેથી લુટારુઓએ તેને ટાર્ગેટ કર્યો હતો.