કેલીફોર્નિયાના જંગલમાં લાગી હતી આગ… દાદાએ વાયોલીન વગાડીને કર્યું જોરદાર કામઃ વાયરલ થયો વિડીયો

કેલીફોર્નિયાના જંગલમાં લાગેલી ભીષણ આગને લઈને ભારે તબાહી મચી છે. જ્યાં સેંકડો ઘરો બળીને ખાક થઈ રહ્યા છે. આ આગ તેજ હવાઓના કારણે વેગ પકડી રહી છે. આગની જ્વાળાઓથી લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યા છે.

ગત દિવસોમાં આ આગ રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. આને ધ્યાનમાં રાખતા લોકોને અન્ય જગ્યાએ જવું પડી રહ્યું છે. આ ખરાબ સમય વચ્ચે સાઉથ લેક તાહોના એક વડીલ વાયોલીન વગાડીને લોકોની હિંમત વધારી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, જંગલમાં લાગેલી આગથી ગભરાયેલા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે એક શખ્સે લોકોને શાંત કરવા માટે વાયોલીન વગાડ્યું. વાયરલ ક્લિપમાં શખ્સને પોતાના વાદ્ય યંત્ર પર ટેનીસ વાલ્ટ્સની ધુન વગાડતો જોઈ શકાય છે.

જ્યાં લોકો આગથી બચીને સુરક્ષીત જગ્યાઓ પર પહોંચવાની ફીરાકમાં હતા. ત્યાં જ આ દાદાએ વાયોલીનની ધુન વગાડીને બધા જ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. 16 સેકન્ડની આ ક્લિપમાં તે પોતાના પીળા ટ્રક બહાર ઉભા હતા અને ડરેલા લોકોનું મનોરંજન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેથી લોકોનો ડર ઓછો થઈ શકે. આ વિડીયોને જોયા બાદ દરેક વ્યક્તિ વાયોલીન વગાડનારા વ્યક્તિના વખાણ કરી રહ્યા છે.

Scroll to Top