અમેરિકામાં એપલની વોચના કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસર, જ્યારે તે અચાનક જ પડવા લાગ્યો તો એપલ વોચે ડિટેક્ટ કરીને ઈમરજન્સી સર્વિસ પર ઓટોમેટિક ફોન લગાવી દિધો જેના કારણે તેનો જીવ બચી ગયો. એપલ વોચે પહેલા પણ આ પ્રકારે કેટલાય લોકોના જીવ બચાવ્યા છે અને કેટલીક વાર અનેક લોકોને અનેક મુશ્કેલીઓમાંથી પણ બહાર કાઢ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક વ્યક્તિને સમર ફીલ્ડ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા બચાવી લેવામાં આવ્યો એ પહેલા કે તે જાણી શકે કે તેની વોચ ઈમરજન્સી મેસેજ પણ મોકલી શકે છે.
78 વર્ષીય માઈક યાગરે જણાવ્યું કે, જેવા જ મારી પાસે મને બચાવવા કેટલાક લોકો આવ્યા કે તરત જ મેં તેમને પુછ્યું કે તમને લોકોને અહીંયા આવવા વિશે માહિતી કેવી રીતે મળી? તેમણે કહ્યું કે, તમારી વોચ દ્વારા અમને મેસેજ મોકલવામાં આવ્યો હતો.
કથિત તે માઈક યાગર પોતાની ડ્રાઈવવેમાં ખૂબ જ ખરાબ રીતે પડી ગયા હતા અને તેમનું નાક પણ તૂટી ગયું હતું. જ્યારે તેમણે પોતાની એપલ વોચને જવાબ ન આપ્યો તો વોચે ઓટોમેટિકલી 911 પર ફોન કરી દિધો, જેના કારણે આ વ્યક્તિનો જીવ બચી ગયો.