દિવ્યાંગ હોવા છતાં કરે છે મજૂરી
ચહેરા પર હાસ્ય સાથે રાજસ્થાનના ખોપર સિંહ મજૂરી કરે છે. તેમનો એક પગ નથી. તેમ છતાં તેઓ નકલી બગને કમર સાથે બાંધીને મજૂરી કરવા માટે નીકળી પડે છે. તમે નીચે આપેલી તસવીરોમાં તેમને જોઈ શકો છો.
સોશિયલ મીડિયામાં લોકોએ જુસ્સાને કરી સલામ
સોશિયલ મીડિયામાં લોકો તેમને જુસ્સાને સલામ કરી રહ્યા છે. કારણ કે ઘણા લોકો દિવ્યાંગ હોવાનો ઢોંગ કરીને પૈસા પડાવતા હોય છે. જ્યારે ખોપર સિંહ જેવા વ્યક્તિ પોતાના દમ પર જ રોજી-રોટી કમાવવાનો વિચાર ધરાવે છે. તે કોઈની સામે હાથ નથી લંબાવતા. મહેનત કરે છે અને ઈમાનદારીનું ખાય છે.
ફેસબુક યુઝરે પોસ્ટ કર્યો વીડિયો
વીડિયો શેર કરતા વિનોદ શૌરી લખે છે, આમનું નામ ખોપર સિંહ છે, જે રાજસ્થાનથી છે. તેઓ દિલ્હીમાં મજૂરી કરે છે. તેમનો એક પગ નથી. તેમ છતાં તેઓ કોઈની સામે હાથ નથી લંબાવતા. મહેનત કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. તેમના જુસ્સાને અમે લોકો સલામ કરીએ છીએ.
https://www.facebook.com/vinod.shorey/videos/10214285377876640/