જૂનની ભારે ગરમી વચ્ચે કોરોનાનો માર સહન કરી રહેલા કેરીના ખેડૂતો માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. બીજીબાજુ કેટલાક યુવાનોમાં એવો ભ્રમ ફેલાયો છે કે, કેરી ખાવાથી વજન વધી જાય છે. કેરીની સીઝન લગભગ પૂરી થવા આવી છે. આ વર્ષે પણ લોકો ધરાઈને કેરી ખાઈ શક્યા નથી. ત્યારે આવો જાણીએ એ સત્ય કે જે શું સાચે જ કેરીથી વજન વધી જાય છે?
એક વરિષ્ઠ આયુર્વેદિક ચિકિત્સકે જણાવ્યું કે, કેરીમાં મોટા પ્રમાણમાં કોપર હોય છે. તે શક્તિ વર્ધક, પુષ્ટી કારક અને હ્યદયને શક્તિ આપનારું અને ક્રાંતિકારક તેમજ શિતળ હોય છે. પરંતુ કેરી થોડી મીઠી હોય છે, તે અગ્ની, કફ અને શુક્ર આવર્ધક હોય છે.
પરંતુ જે કેરી ઝાડ પર જ પૂર્ણ રીતે પાકી જાય તે શીતળ, વાત અને પિત્ત નાશક અને સરળતાથી પચી જાય તેવી હોય છે. જો કે, આ કેરી ખાવાથી માણસનું વજન વધી જાય અને મોટાપાની સમસ્યા આવે તે વાત તદ્દન ખોટી છે. પરંતુ હા કેરી યોગ્ય માત્રામાં જ ખાવી જોઈએ. કારણ કે કોઈપણ વસ્તુનું અતિશય સેવન હાનિકારક હોય છે.
કેરી એક તરલ પ્રકારનું ફળ છે અને તે આપણી માંસપેશીઓ પર હાનિકારક પ્રભાવ કરતું નથી. કેરી એ કુદરતની દેન છે અને કુદરતે આપેલી કોઈપણ વસ્તુનું જો યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો તે હાનીકારક હોતી નથી. પરંતુ હા વર્તમાન સમયમાં જે રસાયણો દ્વારા કેરી પકવવામાં આવે છે તે કેરી ચોક્કસ તમને નુકસાન આપી શકે છે.