‘બધા માટે સરકારના દરાવાજ ખુલ્લા છે’ સરકારના નિવેદન બાદ પાસે કહ્યું: સરકાર સમય અને સ્થળ જણાવે

ઉપવાસના 14માં દિવસે બપોર પછી હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હાર્દિકને મિત્રોની સમજાવટ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની વાત આવી રહી છે. સાથે સાથે પાસ કન્વીનરો તેની તબિયત વધારે બગડી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની વાત કરી રહ્યા છે. હાર્દિક પટેલે પણ આ અંગે પહેલું ટ્વીટ કર્યું છે.

બીજી તરફ ગુજરાત સરકરા તરફથી ઉર્જા મંત્રી સૌરભ પટેલે પણ નીવેદન આપ્યું હતું કે, તમામ લોકો માટે સરકારના દરવાજા ખુલ્લા છે. તો પાસના કન્વીનર મનોજ પનારાએ પણ મીડિયા થકી સરકારને મળવાનું સ્થળ અને સમય જણાવે તો તેઓ તમામ મતભેદ ભુલીને સરકારને મળવા પહોંચી જશે. એવું નિવેદન પણ આવ્યું હતું.

ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, “હાર્દિકે પોતાની મિત્રોની સલાહ માની સ્વૈચ્છીક રીતે સરકારી આઇસીયુ એમ્બ્યુલન્સ એમના માટે રાખી રહી એમાં તેઓ સોલા હોસ્પિટલ પહોંચ્યા હતા. સંપૂર્ણ પણે બધા જ ડોક્ટરોની ટીમ ત્યાં હાજર હતી તેમણે હાર્દિકની તમામ તપાસ કરવામાં આવી હતી. હાર્દિકનો સંપૂર્ણ સહકાર હતો. બ્લેડ પ્રેસરથી માંડી પલ્સ બધું નોર્મલ આવ્યું છે. ડોક્ટરો થોડીવારમાં બુલેટિન જાહેર કરશે. અને તેમના તબિયતની વધારે વિગતો આપશે. સરકાર બધી સંસ્થાઓ સાથે ચર્ચા કરવા માટે તૈયાર હતી.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમે મંત્રીઓ મળ્યા પણ હતા. પરંતુ કમનસિબ એ હતું કે, સમાજના આગેવાનોનું અપમાન કરવામાં આવ્યું હતું. આગેવાનોને દુઃખ થયું કે એની પાસે સામે ચાલીને ખબર કાઢવા ગયા હતા. આ બધા લોકોનું હાર્દિક, મનોજ અને તેમની ટીમે અપમાન કર્યું છે. એટલે આવનારા દિવસોમાં સમાજ શું કરશે એ અમને ખ્યાલ નથી.

સમાજ આવશે તો અમારા દરવાજા તો દરેક માટે ખુલ્લા છે. અનામતના વિષયની અંદર તો અમારી સરકારે તો એનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે અને પાસે પણ ક્લિયર કર્યું છે સમાજના આગેવાનોનું પણ ક્લિયર કર્યું છે. પરંતુ મારે એ કહેવું છે કે આ વિષય ઉપર કોંગ્રેસના મિત્રોએ ક્યારે એમનું વલણ ક્લિયર કર્યું છે. અત્યારે હાર્દિકની તબિયત સારી થઇ જાય એના માટે સરકાર ચિંતિત છે. સમાનજા અગ્રણી માટે સરકારના દરવાજા ખુલ્લા જ છે. પરંતુ જો સમાજના નામે રાજકારણ કરશે તો અમે રાજકીય રીતે વર્તન કરીશું.”

તો બીજી તરફ સૌરાભ પટેલની નિવેદન બાદ પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, “અત્યારે ઉર્જામંત્રી સૌરભ પટેલ જે પ્રકારે નિવેદન આપી રહ્યા છે. ત્યારે પાટીદાર સંસ્થાના વડિલો, ઉઝાધામ અને કાગવડ ધામ, આજે નરેશભાઇ આવ્યા હતા ત્યારે તેમને કહ્યું હતું કે, જો અમારી ત્રણ માગણીઓ પુરી થતી હોય તો તમાર વડિલોને સાથે રાખીને તમે મધ્યસ્થી કરો. પરંતુ સરકાર અત્યારે સીધે સીધી આંદોલન કારીઓની મળવાની વાત કરી રહ્યા છે.

ગુજરાતનો ખેડૂત જાણે છે. છેલ્લા 14 દિવસથી કોણે કોનું અપમાન કર્યું છે એ જનતા જાણે છે. કરોડો ખેડૂતો અને પાટીદારોનું અપમાન કરતા હતા. અત્યારે એટલે 6.20 વાગ્યાથી લઇને કાલે શનિવારે સવારે 11 વાગ્યા સુધી સરકાર જ્યાં બોલાવસે જ્યારે બોલાવશે ત્યારે અમે પહોંચી જશું.સરકાર અમારા સમાજના અગ્રણીઓને સાથે રાખે તો પણ અમને વાંધો નથી. સરકાર તેમના અધિકારીઓ સાથે રાખે તો પણ અમને વાંધો નથી

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button