સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે ચોંકાવનારા વિડીયોઝ વધારે વાયરલ થતા હોય છે. અહીંયા એવા વિડીયો જોવા મળી જાય કે આપણે ક્યારેય ક જ પહેલા એવા વિડીયો જોયા હોય. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક બસની છત પર લોકો બેઠા છે અને તમામ લોકો ખુશ અને ઉત્સુક દેખાઈ રહ્યા હતા. ત્યાં જ બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારી અને છત બેઠેલા તમામ લોકો ધડામ દઈને નીચે પડ્યા.
વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે આવું કરવું કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે. વિડીયોમાં દેખાય છે કે, રોડ પર એક બસ જઈ રહી છે અને કેટલાય લોકો બસની આગળની બાજુએ બેઠા છે. ત્યાં જ બસ ડ્રાઈવર અચાનક જ બસમાં બ્રેક મારી દે છે અને છત પર બેઠેલા તમામ લોકો જોરથી નીચે પછડાય છે. લોકોને ખૂબ ઈજાઓ પણ થઈ છે અને આગળ જઈ રહેલા બાઈકને પણ ટક્કર વાગી છે.
https://twitter.com/rupin1992/status/1418811851236855811
આ વિડીયો આઈપીએસ રુપિન શર્માએ ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. તેમણે વિડીયોને અપલોડ કરતા લખ્યું કે, સાવધાન રહો, બસની છત પર બેસીને યાત્રા ન કરશો.