વડાપ્રધાન સાથે બેઠક બાદ ફરીથી મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાન રાગ આલાપ્યો

કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠી સર્વદલીય બેઠક બાદ પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ એકવાર ફરીથી પાકિસ્તાન સાથે વાત કરવાની વાત કહી છે. આ સાથે જ મહેબૂબાએ કહ્યું છે કે, અમે ઈચ્છીએ છીએ કે જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370 પુનઃ સ્થાપના કરો.

પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક પૂરી થયા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો 5 ઓગસ્ટ 2019 બાદ મુશ્કેલીમાં છે. તે ગુસ્સામાં છે, પરેશાન છે અને ભાવનાત્મક રૂપથી તૂટી ચુક્યા છે. તે અપમાનિત અનુભવી રહ્યાં છે. મેં પીએમને કહ્યુ કે, જે રીતે આર્ટિકલ 370ને ગેરબંધારણીય, ગેરકાયદેસર અને અનૈતિક રૂપથી રદ્દ કરવામાં આવ્યો, તેને જમ્મુ-કાશ્મીરના લોકો સ્વીકારતા નથી.

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, હું ફરીથી કહી રહી છું કે, પાકિસ્તાન સાથે વાતચીત કરવામાં આવે. લોકોના ભલા માટે પાકિસ્તાન સાથે વાતચીત કરવામાં આવે. તેમણે કહ્યું કે, આપણો જે વ્યાપાર રોકાઈ ગયો છે તેને લઈને પણ પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ.

મહેબૂબાએ આગળ કહ્યું કે, મેં તેમને શુભેચ્છા આપી કે તેમણે પાકિસ્તાન સાથે વાત કરી અને તેનાથી યુદ્ધવિરામ થયું અને ઘુષણખોરી ઓછી થી. જમ્મુ-કાશ્મીરની શાંતિ માટે જો તમણે પાકિસ્તાન સાથે બીજીવાર વાત કરવી છે તો કરવી જોઈએ. તેમણે પાકિસ્તાનની સાથે વેપારને લઈને પણ વાતચીત કરવી જોઈએ, કારણ કે બંને દેશો વચ્ચે વેપાર બંધ છે, આ ઘણા લોકો માટે રોજગારનો સ્ત્રોત છે.

મહેબૂબા મુફ્તીએ બેઠકમાં વડાપ્રધાનને કહ્યું કે, જો તમારે કલમ 370 હટાવવી હતી તો આપને જમ્મૂ-કાશ્મીરની વિધાનસભાને બોલાવીને આ કલમ હટાવવી જોઈતી હતી. આને ગેરકાયદેસર રીતે હટાવવાનો કોઈ હક નહોતો. અમે કલમ 370 ને સંવૈધાનિક અને કાયદાકીય રીતે પુનઃસ્થાપિત કરવી જોઈએ.

Scroll to Top