હાર્દિકના સમર્થનમાં પાટીદારોએ મહેસાણાના ગોઝારીયામાં આપ્યું બંધનું એલાન, જાકાસણામાં કેન્ડલ માર્ચ

મહેસાણા: હાર્દિકના આમરણાંત ઉપવાસનો આજે 15મો દિવસ છે. ત્યારે આજે હાર્દિકના પાટીદાર સમર્થકોએ મહેસાણા ગોઝારીયામાં બંધનું એલાન આપ્યું છે. પાટીદારો દ્વારા સ્વેચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. ગોઝારીયાના બજારમાં દુકાનો બંધ જોવા મળી છે. તથા વિસનગર- અમદાવાદ હાઈવે ગોઝારીયા ખાતે વાહન વ્યવહાર પણ યથાવત છે. હજુ સુધી કોઈ પણ પરિવહન સેવાને અટકાવવામાં નથી આવી, સાથે જ શાંતિપૂર્ણ રીતે બંધ પડાયો છે.

પાટીદારોની કેન્ડલ માર્ચ કાઢી


મહેસાણાના જકાસણા ગામમાં હાર્દિકના ઉપવાસને સમર્થન આપવા માટે સમસ્ત પાટીદારોએ કેન્ડલ માર્ચ કાઢી હતી. કેન્ડલ માર્ચની સાથે સાથે રામધુન કરીને ગામમાં ફર્યા હતા. અને હાર્દિકના સમર્થનમાં ‘હાર્દિક તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે’ના નારા પણ ગુંજ્યા હતા.

હાર્દિકના હોસ્પિટલના બિછાનેથી આમરણાંત ઉપવાસ, ધર્મગુરૂ-રાષ્ટ્રીય નેતાઓ કરશે મુલાકાત

હાર્દિક પટેલ  ઉપવાસી છાવણીમાંથી તેના ઉપવાસ આગળ વધારી રહ્યો નથી પરંતુ હોસ્પિટલના બિછાનેથી અન્ન-જળનો ત્યાગ કરીને પોતાની માંગો પર અડગ રહ્યો છે. ત્યારે તેને મળવા માટે રાષ્ટ્રીય નેતાઓ અને ધર્મગુરૂ હોસ્પિટલમાં પહોંચી તેની ખબરઅંતર પૂછશે.

હાર્દિક પટેલને કોણ મળશે?

– ધર્મગુરૂ આચાર્ય પ્રમોદ
– સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ
– લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવ
– સમાજવાદી પાર્ટીના નેતા અને સાંસદ ધર્મેન્દ્ર યાદવ
– આમઆદમી પાર્ટીના ધારાસભ્ય કર્નલ દેવેન્દ્ર શેરાવત
– ડીએમકે પાર્ટીના નેતા એ રાજા અને ઈલિયાસ આઝમી

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here