મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગે થ્રેડ્સ (Threads) એપ લોન્ચ કરી છે. આ એપ ભારત સહિત 100 થી વધુ દેશોમાં લોન્ચ કરવામાં આવી છે. Threads એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા એપ છે જેનો સીધો મુકાબલો ઈલોન મસ્કની ટ્વિટર (Twitter) સાથે છે. Threads ઈન્સ્ટાગ્રામની ટીમે તૈયાર કરી છે. તેમાં રિયલ ટાઈમ ફીડ મળશે. તેના ફીચર્સ અને ઈન્ટરફેસ મહદઅંશે ટ્વિટરથી મળી આવે છે.
આ એપ હવે ભારતમાં પણ ઉપલબ્ધ કરાવાઈ છે. Threadsને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમારે પહેલાંથી જ ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક હોય તો એટલે કે તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈડ હશે તો Threads એકાઉન્ટ આપમેળે વેરિફાઇડ થઈ જશે. Threadsને તમે એપલના પ્લેસ્ટોર પરથી મફતમાં ડાઉનલોડ કરી શકશો. તેમાં તમે ઈન્સ્ટાગ્રામની આઈડીથી લોગિન કરી શકશો.
મેટાનું Instagram એપ એક ફોટો શેરિંગ મલ્ટીમીડિયા પ્લેટફોર્મ છે. જોકે Threads ટ્વિટર જેવું એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જો તમે Twitterનો ઉપયોગ કર્યો હશે તો તમને Threadsનો ઉપયોગ કરવામાં તકલીફ નહીં પડે. તે મહદઅંશે જૂના ટ્વિટર વર્ઝન જેવું જ છે.
Threads માં તમે 500 કેરેક્ટરમાં પોસ્ટ કરી શકશો જેમાં વેબ લિંક, ફોટો (1 વખતમાં 10 ફોટોસ) અને મિનિટ સુધીના વીડિયો સામેલ કરી શકો છો. Threads માં પણ તમે કોઈને બ્લોક અને ફોલો કરી શકશો. જો તમે ઈન્સ્ટાગ્રામ પર કોઈને બ્લોક કર્યો હશે તો Threads પર પણ તે બ્લોક જ રહેશે. Threadsમાં હાલ GIFS નું સપોર્ટ અને “close friend”નું સપોર્ટ નથી. આ ઉપરાંત તેમાં હાલ ડાયરેક્ટ મેસેજિંગનું ફીચર પણ નથી.