મહારાષ્ટ્રમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન, સરકાર બનાવવા માટે આ છે અંતિમ 5 વિકલ્પ..

મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઇને છેલ્લા 48 કલાકથી ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં સરકાર બનશે કે રાષ્ટ્રપતિ શાસન લાગશે તે અંગેનું ચિત્ર આજરોજ સ્પષ્ટ થઇ જશે. રાજ્યપાલ દ્વારા ભાજપ અને ત્યારબાદ શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યા બાદ હવે NCP ને સરકાર બનાવાને લઇને આજ સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર માં રાજકીય ઉથલપાથલ સતત ચાલી રહી છે.કઈ પાર્ટીની સરકાર બનશે તેને લઈ કોકડું રોજેરોજ ગૂંચવાતું જાય છે.અને હજુ પણ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કોણ સિએમ પદે બેસસે.સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને વધુ સમય આપવાનો ઇન્કાર કરી દીધો.અને હવે તેમને ટોક ક સમય ની રાહ જોવાની વાત કરી છે.

હવે રાજ્યપાલે ત્રીજી સૌથી મોટી પાર્ટી એનસીપી ને પૂછ્યું છે કે શું તેઓ સરકાર બનાવી શકે છે? એનસીપીને આગામી 24 કલાકની અંદર સમર્થન પત્રની સાથે સરકાર રચવાનો દાવો કરવો પડશે.જો એનસીપી રાત સુધી કોઈ દાવો પેસ નહીં કરે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવશે.એટલે કે,જો એનસીપી સરકાર બની બનાવી શકે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગી શકે છે.હવે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અંતિમ 5 વિકલ્પ બચ્યા છે જાણો..

પ્રથમ વિકલ્પ:મહારાષ્ટ્ર માં સરકાર બનાવવાનો લઈ ને ખુબજ હફળાતફી મચી છે.ત્યારે NCPને આજે રાત્રે 8:30 વાગ્યા સુધી રાજ્યપાલને જણાવવું પડશે કે તેઓ સરકાર બનાવવામાં સમર્થ છે કે નહીં.અને તે સરકાર બનાવવા રાજી છે કે નહીં.NCPને સરકાર બનાવવાને લઈ કૉંગ્રેસનું સમર્થન મળી શકે છે.અને કોંગ્રેસે એનસીપી ને સરકાર બનાવવા માટે સમર્થન આપ્યું છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે શિવસેનાના સમર્થન વગર સરકાર બનાવવી શક્ય નહીં હોય.તમને જણાવી દઈએ કે શિવસેના ઈચ્છે છે કે તેમની પાર્ટીમાંથી જ કોઈ મુખ્યમંત્રી બને.એવામાં NCP સરકાર બનાવવાનો પ્રસ્તાવ ફગાવી શકે છે.જેથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે.

બીજો વિકલ્પ : તમને જણાવી દઈએ કે રાજ્યપાલ કૉંગ્રેસને સરકાર બનાવવા માટે બોલાવી શકે છે.જોકે, ત્યાં પણ મામલો ગૂંચવાયેલો છે.અને ત્યાં પણ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે.તમને જણાવી દઈએ કે કૉંગ્રેસને NCPનું સમર્થન મળી શકે છે.પરંતુ તેમના માટે શિવસેનાથી સમર્થન મેળવવું સરળ નહીં હોય.જેથી સરકાર બનાવવામાં મુશ્કેલીઓ આવી શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે બંને પાર્ટીઓની અલગ-અલગ વિચારધારા છે.આ ઉપરાંત, કૉંગ્રેસને એ વાતનો પણ ડર છે કે ક્યાંક શિવસેનાના સમર્થન લેતાં તેમની મુસ્લિમ વોટ બેન્ક ખસકી ન જાય.જેથી કોંગ્રેસ પણ સિવસેના ને સમર્થન આપતા થોડું હીંચકીચાયું છે.

ત્રીજો વિકલ્પ : મહારાષ્ટ્ર માં ભાજપે સરકાર રચવાની ના પાડી દીધી છે.જેથી રાજ્યપાલે સિવસેના અને એનસીપી ને દાવો પેસ કર્યો હતો.પરંતુ કૉંગ્રેસ અને NCP બંને સરકાર રચવાનો ઇન્કાર કરી દે છે તો રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે.અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે.

પરંતુ જો થોડા દિવસ બાદ કૉંગ્રેસનું મન બદલાઈ જાય અને તેઓ સમર્થન આપવા માટે તૈયાર થઈ જાય તો પછી શિવસેનાની સરકાર બની શકે છે.જેથી હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી કે કોણ સીએમ બનશે.

ચોથો વિકલ્પ: મહારાષ્ટ્ર માં ભાજપે સરકાર બનાવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.બીજેપીએ ભલે સરકાર બનાવવાનો ઇન્કાર કરી દીધો હોય પરંતુ સ્થિતિ બદલાઈ શકે છે.અને હજુ વળાંક આવી શકે છે.કાયદાના જાણકાર માને છે કે બાકી બચેલી પાર્ટીઓ દ્વારા સરકાર બનાવવાન ઇન્કાર કરતાં બીજેપી અહીં ફરી એકવાર પ્રયાસ કરી શકે છે.જેથી હજુ પણ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ શકે છે.

પાંચમો અને અંતિમ વિકલ્પ : જો રાજ્યપાલને લાગે છે કે રાષ્ટ્રપતિ શાસન લગાવ્યા બાદ પણ કોઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં નથી તો પછી ત્યાં નવેસરથી ચૂંટણી યોજી શકાય છે.આમ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના આ પાંચ વિકલ્પ બાકી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top