તાજેતરમાં સોશિયલ મીડિયા પર મીકા સિંહનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો મીકા સિંહે ભૂમિ ત્રિવેદીને મેરેજ માટે પ્રપોઝ કર્યું છે. ફેમસ સિંગર મીકા સિંહે સિંગર ભૂમિ ત્રિવેદીને નેશનલ ટેલિવિઝન પર પ્રપોઝ કર્યું છે. મ્યુઝિક રિયાલિટી શો ‘ઈન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’ ના અપકમિંગ એપિસોડમાં પંજાબ લાયન્સના મીકા સિંહ, અસીસ કૌર અને રુપાલી જગ્ગા એ સાજીદ-વાજીદના લોકપ્રિય ગીત ‘મુજસે શાદી કરોગી’ પર પરફોર્મ કર્યું છે.
મીકા સિંહે પરફોર્મન્સ દરમિયાન ભૂમિ ત્રિવેદી પાસે જઈને તેને સ્ટેજ પર લઈ ગયા જેથી બધા હેરાન થઈ ગયા હતા. નવાઈ તો ત્યારે લાગી જ્યારે ગીત દરમિયાન મીકા સિંહે ભૂમિ ત્રિવેદીને પૂછ્યું કે, મારી સાથે મેરેજ કરીશ? ત્યારબાદ શોના હોસ્ટ કરણ વાહીએ ભૂમિ ત્રિવેદી અને મીકા સિંહને એક સાથે ડાંસ કરવાનું કહ્યું અને ત્યારે મીકા સિંહે પોતાના ઘૂંટણ પર બેસી ભૂમિ ત્રિવેદીને આ પ્રશ્ન ફરીથી પૂછ્યો હતો.
મીકા સિંહે ત્યારબાદ કહ્યું કે, ભૂમિ હવે તો જણાવી દે કે તું મારી સાથે મેરેજ કરીશ કે નહિ? બધા લોકો ભૂમિ ત્રિવેદી સાથે જોડાયેલ છે તો મેં પણ વિચાર્યું કે હું પણ તેની સાથે જોડાઈ જઉ. ભૂમિ ત્રિવેદીએ તેના ઉત્તરમાં કહ્યું કે, તમે લોકો શું વિચારો છો મીકા ત્રિવેદી વિશે? પરંતુ સાચું કહું હું તમારા માટે એક દુલ્હન શોધવા માટે આવી છું. હું તેની સાથે અન્યાય કરી શકું નહિ. જો કે, મીકા સિંહનું આ પ્રપોઝલ અને ભૂમિનો જવાબ બંને મજાક લાગે છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, સિંગર મીકા સિંહના સોંગ લોકોને ડાંસ કરવા પર મજબૂર કરી દેતા હોય છે, તો બીજી તરફ, મીકા સિંહના ઘણા કિસ્સા પણ છે જેના કારણે તે ચર્ચામાં રહે છે. આ અગાઉ પણ એક ફોટો વાયરલ થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, મીકા સિંહે ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી સાથે મેરેજ કરશે પરંતુ આ ખબર પણ ખોટી હતી.