મિત્રની પત્નીને જ કરી રહ્યો હતો સંબંધ બનાવવા માટે બ્લેકમેલ, પરંતુ થયા તેના ખરાબ હાલ

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાથી એક વિચિત્ર ઘટના સામે છે. તેમાં એક મિત્રએ બીજા મિત્રની ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. શીશગઢ પોલીસ દ્વારા મહફૂઝ હત્યાકાંડાનો ખુલાસો કરતા શમશુલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ હત્યા આડા સંબંધના કારણે કરવામાં આવી હતી. આરોપી પોતાનો ગુનો કબૂલ કરી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ હત્યાકાંડ મામલે સ્થાનિક લોકો દ્વારા પોલીસ વિરુદ્ધ દેખાવો પણ કરવામાં આવ્યા હતા. તેમ છતાં પોલીસ દ્વારા અંતે આ હત્યાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે અને હત્યાના ગુનામાં મૃતકના જ મિત્રની ધરપકડ કરી લેવામાં આવી છે.

આરોપી દ્વારા પોતાનો ગુનો સ્વીકારતા કહેવામાં આવ્યું કે, તેનો મૃતક મિત્ર તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા ઈચ્છતો હતો. આ કારણના કારણે શમશુલે પોતાના મિત્રની જ હત્યા કરી દીધી હતી અને તે ફરાર થઈ ગયો હતો. કોલ ડિટેઇલની તપાસ બાદ પોલીસ દ્વારા શમશુલની ધરપકડ કરી લેવામાં આવી છે.

હત્યાકાંડનો ખુલાસો કરતા એસ.પી. દેહાત રાજકુમાર અગ્રવાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, છ સપ્ટેમ્બરના રોજ રાત્રે હાઇવેના કિનારે એક 30 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમાં પ્રથમ દ્રષ્ટિએ આ બનાવ રોડ અકસ્માત દેખાઈ રહ્યો હતો પરંતુ પરિવારના લોકો દ્વારા હત્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો.

પરિવારની રજુઆતના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક મહફૂઝ આલમના એક મહિલા સાથે આડા સંબંધ રહેલા હતાં. મૃતક દ્વારા વીડિયો અને ફોટોસના માધ્યમથી મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.

આ વાતને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કોલ ડિટેલના આધારે શીશગઢ નિવાસી શમશુલની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન હત્યાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો હતો. આરોપી દ્વારા પોલીસને કહેવામાં આવ્યું હતું કે, તેના લગ્ન 2017 માં થયા હતા. લગ્ન પહેલા તેની પત્નીના સંબંધ મહફૂઝ આલમ સાથે રહેલા હતા.

Scroll to Top