મૉબ લિંચિંગ પર અમિત શાહ નું મોટું નિવેદન, કહ્યું ગરીબો વધારે શિકાર થાય છે, જાણો બીજું શું કહ્યું

આપણાં દેશમાં જોતજોતામાં મૉબ લિંચિંગ ના મામલા વધારે ને વધારે થતા જાય છે ત્યારે અમિત શાહે તે મામલે નિવેદન આપ્યું છે. આવો જાણીએ તેના વિશે.કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહ એ મૉબ લિંચિંગ પર મોટું નિવેદન આપ્યું છે.અમિત શાહે કહ્યુ છે કે લિંચિંગ ગરીબની સાથે થાય છે કોઈ ખાસ જાતિની વિરુદ્ધ નહીં.

અમિત શાહે ભાજપના રાજમાં લિંચિંગ વધવાની વાતને ફગાવી દીધી અને કહ્યુ કે પહેલા પણ થતી હતી. ગૃહ મંત્રીએ કહ્યુ કે આજે લિંચિંગને એક રંગ આપવામાં આવી રહ્યો છે. લિંચિંગને દેશથી ખતમ કરવાના મામલે ગૃહ મંત્રીએ કહ્યુ કે જાગૃતતાથી તેને ખતમ કરી શકાય છે. છેલ્લા થોડાક સમયમાં દેશના અલગ અલગ હિસ્સા ઓમાં અનેક લોકો ભોડની હિંસાનો શિકાર થયા છે. થોડા સમય પહેલા જ ઝારખંડમાં ચોરીના આરોપમાં ભીડે તબરેજ અંસારી નામના યુવકની મારઝૂડ કરી હત્યા કરી દીધી હતી.

ઉપરાંત રાજસ્થાનના અલવરમાં હથિત ગૌ તસ્કરીના કારણે ભીડે પહલૂ ખાનની હત્યા કરી દીધી હતી. બિહારમાં નીતીશ કુમાર જ હશે એનડીએનો ચહેરો. આ વિશેષ ઇન્ટરવ્યૂમાં અમિત શાહે મૉબ લિંચિંગથી લઈને તમામ વાતો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા. આ દરમિયાન વાતચીતમાં તેઓએ સ્પષ્ટ કરી દીધું કે, 2020 બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ નીતીશ કુમારના નેતૃત્વમાં જ લડશે. બીજેપી જેડીયૂની વચ્ચે અણ બનાવના અહેવાલોને વિરામ આપતાં અમિત શાહે કહ્યુ કે બંને પાર્ટીઓનું ગઠબંધન અટલ છે.

ગૃહ મંત્રી અમિત શાહ એ કહ્યુ કે જનતા દળ યૂનાઇટેડ અને બીજેપી ચૂંટણીમાં એક સાથે નીતીશજીના નેતૃત્વમાં જ ઉતરશે. આ એકદમ સ્પષ્ટ છે. મહારાષ્ટ્રમાં પોતાના દમ પર સત્તામાં આવી શકે છે બીજેપી. બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભા પર વાત કરતાં અમિત શાહે કહ્યુ કે રાજ્યમાં બીજેપી એકલા જ પોતાના દમે સત્તામાં આવી શકે છે.

બીજેપી રાજ્યની 288 સીટોમાંથી 164 સીટો પર ચૂંટણી લડી શકે છે જ્યારે શિવસેનાને બીજેપીથી 42 સીટો ઓછી એટલે કે 124 સીટો મળી છે. ચૂંટણી માં બીજેપીનું પ્રદર્શન કેવું રહેશે તે સવાલ પર અમિત શાહે કહ્યુ કે, બીજેપી શિવસેના ગઠબંધન ને બે તૃતીયાંશ બહુમત મળશે.બીજેપીને કેટલી સીટો મળશે, એ સવાલ પર અમિત શાહે કહ્યુ કે, સીટોનો ચોક્કસ આંકડો જણાવવો ઉતાવળ ગણાશે.

નિશ્ચિતપણે બીજેપી ગત ચૂંટણીથી વધુ સીટો જીતીને આવશે. જોકે શાહ અહીં ખુબજ આત્મવિશ્વાસ સાથે બોલતાં હતા પરંતુ સચ્ચાઈ શુ છે તે આપણ ને ચુંટણી બળજ ખબર પડશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top