હાલમાં જ ભારતીય જનતા પાર્ટી નેતાઓ ઘ્વારા મહાભારત થી લઈને ડાર્વિન સિદ્ધાંત જેવા મુદ્દાઓ પર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. જેના કારણે ભાજપા નેતાઓની ઘણી આલોચના કરવામાં આવી રહી છે. આ વિશે પીએમ મોદી ઘ્વારા પહેલીવાર સાર્વજનિક રૂપે ભાજપા નેતાઓને ફટકાર લગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફ્રન્સ ઘ્વારા પાર્ટી નેતાઓને સંબોધન કર્યું.
આ દરમિયાન પીએમ મોદી ઘ્વારા પાર્ટી નેતાઓને ફટકાર લગાવતા યાદ અપાવ્યું કે આવા નિવેદન થી તેમની છબીની સાથે સાથે પાર્ટીની છબીને પણ નુકશાન થાય છે.
વીડિયો કોન્ફ્રન્સ દરમિયાન પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આપણે ભૂલો કરીયે છે અને મીડિયાને મસાલો આપીયે છે, જાણે કે કોઈ મુદ્દાનું વિશ્લેષણ કરવા માટે મોટા જાણકાર હોય, જે સમયે તમે કેમેરો જુઓ છો તમે બોલવાનું ચાલુ કરો છો. આ પહેલા પણ ભાજપા ઘ્વારા ચેતવણી આપવામાં આવી ચુકી છે.
પરંતુ ભાજપા નેતાના વિવાદિત નિવેદનો બંધ નથી થઇ રહ્યા. આજે ફરી વધુ એક ભાજપા નેતા ઘ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે ત્યારપછી તેમની ખુબ જ આલોચના પણ થઇ રહી છે.
આ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં બે ભાજપા મંત્રીઓ ઘ્વારા કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે રેપ અને હત્યા મામલે આપવામાં આવેલા નિવેદન વિશે માટે પણ ઘણી આલોચના થયી હતી. ત્યારપછી બંને મંત્રીઓએ પોતાના પદથી રાજીનામુ આપવું પડ્યું હતું.
ભાજપના કાર્યકર્તાઓ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાજપે ગ્રામીણ જતનાનું દિલ જીતી લીધું છે. તેમણે ઝારખંડના સ્થાનિક ચૂંટણીમાં બીજેપીની જીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સાંસદો અને ધારાસભ્યોને કહ્યું હતું કે, પોતાના ક્ષેત્રમાં આવતા ગામોની ચારથી પાંચ સમસ્યાઓનું સમાધાન કરવાનું વચન લે. પીએમએ નેતાઓને ગ્રામ સ્વરાજ અભિયાન ઉપર નજર રાખવા માટે પણ સલાહ આપી હતી.
મોદીએ કહ્યું હતું કે, બીજેપી સત્તામાં એટલા માટે નથી કારણે કોંગ્રેસે ભૂલો કરી. પરંતુ આપણે હંમેશા જનતા સાથે જોડાયેલા રહ્યા છીએ. એટલા માટે આપણે પસંદ થયા છીએ. સત્તામાં રહેતા આપણીએ જવાબદારી છે કે, જનતાની સમસ્યાઓનું સમાધાન કરીયે. તેમણે વધુમાં કહ્યું હતું કે, બીજેપીને લઇને ધારણા હતી કે, વિશિષ્ટ વિભાગો, શહેરી લોકો અને ઉત્તર ભારતની પાર્ટી છે. આ ધારણા બદલાઇ છે. બીજેપી હવે એવી સંસ્થામાં ફેરવાઇ છે જે બધાને સાથે લઇને ચાલે છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગમાં આપણો જનાધાર વધી રહ્યો છે. આ આપણી સૌથી મોટી તાકાત છે. તેમણે નેતાઓને સલાહ આપી હતી કે, ગામના વિકાસના કાર્યો સાથે જોડવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઇએ.