સાથે રમતા 7 છોકરાઓએ 10 વર્ષની દિકરી સાથે કર્યો ગેંગરેપ… હચમચાવી દે તેવી ઘટના!

હરિયાણાથી સમાજને લાંછન લગાડતી અને કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે. હવસખોરોના મગજમાં વિકૃતિ એટલી હદે ચડી જાય છે કે તે લોકો દુષ્કૃત્ય કરતા પહેલા એક ક્ષણનો પણ વિચાર નથી.

વાત છે હરિયાણાના રેવાડીની. અહીંયા 7 છોકરાઓએ એક 10 વર્ષની છોકરી સાથે ગેંગરેપ કર્યો છે. શરૂઆતમાં તો આ ઘટનાની જાણ કોઈને ના થઈ પરંતુ લગભગ એક અઠવાડીયા બાદ એક વિડીયો સામે આવ્યો અને આ વિડીયોને પિડીત દિકરીના પાડોશીઓએ સોશિયલ મીડિયા પર જોયો ત્યારે આખી વાતનો ખુલાસો થયો.

મહિલા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 376 ડી, 354 સી, 506 પોક્સો, આઈટી એક્ટ અને એસસી/એસટી એક્ટ અંતર્ગત નોંધવામાં આવ્યો છે.

જો કે, સૌથી મોટી વાત એ છએ કે, કુલ સાત આરોપીઓમાંથી ફક્ત એક જ પુખ્ત વયનો છે અને 18 વર્ષનો છે, બાકીના 10થી 12 વર્ષની વચ્ચેના છે. છોકરીના પાડોસીઓએ વિડીયોના આધારે આરોપીઓની ઓળખ કરી છે. હંસરાજે જણાવ્યું કે, “જેવો આ મામલો અમારી સામે લાવવામાં આવ્યો અમે આરોપીઓને પકડી લીધા. આરોપી અને પીડિતા પાડોશી જ છે.

પોલીસે દિકરીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું અને જેમાં તેની સાથે ગેંગરેપની થયો હોવાની વાતની પુષ્ટી થઈ છે. ચોંકાવનારી વાત તો એ છે કે 7 આરોપીઓમાંથી ત્રણ તો સગીરાના સંબંધી છે.

આરોપીઓમાંથી 6 સગીરોને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની સામે હાજર કર્યા બાદ સુધારગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. તો 18 વર્ષના આરોપીને કોર્ટની સામે રજૂ કર્યા બાદ જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા. પોલીસ વિડીયોમાં જોવા મળતા બીજા સગીરોને શોધી રહી છે. સાથે જ વિડીયો શેર કરનારાઓની ડિટેલ પણ ભેગી કરી રહી છે. ડીએસપીએ જણાવ્યું કે, વિડીયો શેર કરનારાઓની શોધખોળ કરવામાં આવી રહી છે, કેમકે આવું કરવું પણ ગુનો છે.

પોલીસે જણાવ્યું કે બાળકોમાંથી ગુના વિશે કોઈએ ચર્ચા ના કરી, ના તો પીડિતાએ પોતાના પરિવારને આના વિશે જણાવ્યું. આરોપીઓ સામાન્ય દિવસની માફક પોતાનું કામ કરતા રહ્યા, તેમની હિંમત એટલી વધી ગઈ કે તેમણે આ વિડીયો પણ શેર કરી દીધો. જ્યારે 8 જૂનના છોકરીના પાડોશીએ આ વિડીયો જોયો તો તેણે છોકરીના પરિવારને જણાવ્યું.

Scroll to Top