આ વિચિત્ર બનાવ સામે આવ્યો છે ઉત્તર પ્રદેશમાં જ્યા ચોર ચોરી કરવા માટેતો ગયો. પરંતુ તેને ચોરી કરતા વખતે ધાર્યા કરતા વધારે રૂપિયા મળ્યા જેના કારણે તેની ખુશીનો પાર ન રહ્યો. જેતી તેને ત્યાજ હાર્ટ એટેક આવી ગયો.
સામાન્ય રીતે ચોર જ્યારે ચોરી કરવા જાય છે. ત્યારે તે ચોરી કરીને ત્યાથી ફટાફટ નીકળી જતો હોય છે. પરંતુ આ ચોર જ્યારે ચોરી કરવા ગયો હતો. ત્યારે તેને ધાર્યા કરતા વધારે રૂપિયા મળ્યા. જેથી તેને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં સારવાર માચે ખસેડવામાં આવ્યો. જ્યા ચોરી કરેલા બધાજ રૂપિયા તેની સારવારમાં વપરાઈ ગયા.
ઉત્તરપ્રદેશના કોતવાલી દેહત વિસ્તારમાં થોડાક સમય પહેલા આ બનાવ બન્યો છે. 2 ચોર સાથે ચોરી કરવા માટે ગયા હતા. જે પૈકી એક ચોરને હાર્ટ એટેક આવ્યો. જ્યારે અન્ય એક ચોરની પોલીસે ધરપકડ કરી લીધી. જે ચોરની પોલીસે ધરપકડ કરી હતી. તે ચોરની પૂછપરછ કરી ત્યારે સમગ્ર હકિકત સામે આવી. તેણે કબૂલાત આપી કે વધું રકમ મળતા તેના સાથીદારને એટેક આવ્યો હતો.
પોલીસે આ મામલે કહ્યું કે બંને ચોર નવાબ હૈદરના પબ્લિક સર્વિસ સેન્ટરમાં ચોરી કરવા માચે ગયા હતા. અને તેમણે 7 લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. સાથેજ પોલીસે બંને આરોપીને હાલ જેલભેગા કરી દીધા છે.
ઉલ્લેખનિય છે કે અગાઉ થાઈલેન્ડમાં પણ આવોજ એક કેસ સામે આવ્યો હતો. જેમાં એક ચોર ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘુસ્યો. પરંતુ તે ખુબજ થાકી ગયો હતો. જેથી તે એસી ચાલુ કરીને ત્યાદ સુઈ ગયો હતો. સમયસર તે જાગી ન શક્યો અને મકાન માલીક આવી ગયા જેણે પોલીસને જાણ કરી. જેથી પોલીસ તુરંત ત્યા પહોચી હતી. જ્યા તેમણે ચોરને દબોચી લીધો.
સમગ્ર મામલે મકાન માલિકે કહ્યું હતું કે ચોર તેની પુત્રીના રૂમમાં ઘુસીને એસી ચાલુ કરીને સુઈ ગયો હતો. જ્યારે ચોરને રૂમમાં સૂતો જોયો ત્યારે ઘરના માલિકને શંકા ગઈ હતી. પરંતુ તેની પુત્રી ઘરમાં હાજર ન હતી. જેથી તેણે તપાસ કરી તો તેને સૂવા દિધો અને પોલીસને જાણ કરી હતી. પરિણામે તેની કરતૂતને લીધે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો હતો.