રાજસ્થાનના જોધપુરમાં એક સાસુએ પોતાના જમાઈની હત્યા કરાવી છે. જમાઈની હત્યા માટે પાંચ લાખ રૂપીયાની સોપારી આપવામાં આવી હતી. હત્યાના આ ષડયંત્રમાં સાસુએ પોતાના પાડોશીઓને શામિક કર્યા હતા. જોધપુર પોલીસે આ મામલાનો ખુલાસો કરતા આરોપી સાસની સાથે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી છે. આ લોકોની અત્યારે પોલીસ પૂછપરછ કરી રહી છે.
જોધપુરના મંડોર પોલીસ સ્ટેશન વિસ્તારના સુરપુરા બાંધ રોડ પર એક ઓગસ્ટના રોજ પ્લાસ્ટીકની બોરીમાં શબ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગંભીર તપાસ શરૂ કરી હતી. મૃતકની ઓળખ વિનોદના રૂપમાં કરવામાં આવી છે. પોલીસે આ મામલે ઘરવાળાઓને સૂચના આપ્યા બાદ લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું અને સાથે જ હત્યારાને શોધવા તપાસ શરૂ કરી. પોલીસે માત્ર ત્રણ દિવસમાં તપાસ બાદ મામલાનો ખુલાસો કરતા સાસુ અને તેના બે પાડોશીઓની ધરપકડ કરી છે.
મામલાની જાણકારી આપતા એડીસીપીએ જણાવ્યું કે, વિનોદે મદેરણા કોલોની નિવાસી યુવતી સાથે 4 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. તે મજૂરી કરતો હતો જેના કારણે તેને પોતાની સાસુ સાથે અણબનાવ હતો. તાજેતરમાં જ તેમની પત્ની પીયરમાં આવી હતી. હત્યાના દિવસે તેનું મોબાઈલ લોકેશન પણ મદરેણા કોલોનીમાં મળ્યું હતું. પોલીસે મૃતકના મોબાઈલના છેલ્લા લોકેશનના આધારે તપાસ કરતા મૃતકના સાસરીની આસપાસ નજર રાખવાનું શરૂ કરી દિધું.
સાદા કપડાઓમાં પોલીસ જવાનો ત્યાં તેનાત કરી દેવામાં આવ્યા. પોલીસે હત્યા વાળા દિવસના સીસીટીવી ફૂટે જ તપાસ્યા તો તેમાં વિનોદ એકલો જ સાસરીમાં જતો દેખાઈ રહ્યો હતો. બાદમાં પોલીસે તેની સાસુની પૂછપરછ કરી હતી. આખરે સાસું ગભરાઈને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.