ATM માં યુવતીને એકલી જોઈને હવસખોર યુવાન પોતાનું પ્રાઇવેટ પાર્ટ કાઢીને ઉભો રહી ગયો અને કર્યુ એવું તમે ચોકી જશો

અડધી રાત્રે યુવતી ને એકલી ATM માં જોઈ ને યુવકે ભીભત્સ ચેન ચારા કર્યા યુવતી સામે અર્ધ નગ્ન હાલત માં પેન્ટ ખોલી પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવી યુવકે કર્યું એવું કે અડધી રાત્રે યુવકે ATM માં ઘૂસીને યુવતીને પ્રાઈવેટ પાર્ટ બતાવી જાતીય શોષણ કર્યું યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવકને ઝડપી લીધો.

મુંબઈમાં એક યુવતીને અડધી રાત્રે એટીએમમાં પૈસા ઉપાડવા જતા કડવો અનુભવ થયો હતો. યુવતી ઓટો રીક્ષાનું ભાડું ચૂકવવા માટે નાણાં ઉપાડવા એટીએમમાં ગઈ ત્યારે તેને પાછળથી એક યુવકે આવીને મદદ કરવાના બહાને અડપલા કર્યા તેમજ યુવકે પોતાનું પ્રાઈવેટ પાર્ટ કાઢીને યુવતીનું જાતીય શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. સમય સૂચકતા વાપરીને યુવતીએ બિભત્સ ચેનચાળા કરી રહેલા યુવકનો વીડિયો ઉતારી બહાર જ ઊભેલી પોલીસને બતાવ્યો ત્યારે પોલીસે યુવતીની મદદ કરી યુવકને ઝડપી લીધો હતો.

આ સમગ્ર ઘટનાથી યુવતી હેબતાઈ ગઈ હતી પરંતુ તેણે હિંમત રાખીને યુવકને પાઠ ભણાવવા માટે પોલીસ ફરિયાદ પણ કરી હતી.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈના મુલુંડમાં રહેતી એક યુવતી રાત્રે અઢી વાગ્યે બાન્દ્રાથી ઓટો રીક્ષામાં પરત ફરી રહી હતી.

ઘર પાસે પહોંચતા તે ઓટો રીક્ષાનું ભાડું ચૂકવવા એટીએમમાં પૈસા ઉપાડવા ગઈ હતી અને ઓટો બહાર ઊભી રખાવી હતી. જોકે એટીએમમાં પૈસા નીકળતા નહીં હોવાનું જણાતા યુવતી વ્યાકૂળ બની ગઈ હતી. થોડી જ વારમાં એક યુવક એટીએમમાં પ્રવેશ્યો હતો અને તેણે યુવતીને મદદ કરવા જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે તે ઓટોનું ભાડું ચૂકવવામાં મદદ કરી શકે છે, જોકે યુવતીએ મદદ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

યુવતી એટીએમમાંથી બહાર આવી અને ઓટો રીક્ષાનું ભાડું ચૂકવવા મૂંઝવણ અનુભવતી હતી. થોડી મિનિટો બાદ યુવતી ફરી એટીએમમાં ગઈ અને પૈસા ઉપાડવા પ્રયાસ કર્યો. બીજી વખત યુવતીને એટીએમમાં જતા જોઈ ફરી પેલો યુવક અંદર પ્રવેશ્યો હતો અને તેણે એટીએમમાં પૈસા ઉપાડી રહેલી યુવતીના ખભે તેમજ પગે સ્પર્શ કર્યો અને મદદ કરવા જણાવ્યું.

યુવકના આ કૃત્યથી યુવતી ડઘાઈ ગઈ અને તેણે બૂમો પાડી હતી. યુવકે આ જ સમયે પોતાનું પ્રાઈવેટ પાર્ટ યુવતી સામે કાઢીને બિભત્સ ચેનચાળા કર્યા હતા. યુવતીએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. સમયસુચકતા વાપરીને યુવતી નજીકમાં જ ઊભેલી પોલીસ વાન પાસે પહોંચી હતી અને પોલીસને સમગ્ર હકીકત વર્ણવી હતી.

પોલીસે સ્કૂટર પર ફરાર થઈ રહેલા યુવકનો પીછો કર્યો હતો અને તેને ઝડપી લીધો હતો. યુવતીએ આ બનાવની વિગતો પોતાના ટ્વિટર હેન્ડલ તેમજ ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી.આરોપીની ઓળખ સંદીપ કુંભરકર હોવાનું યુવતીએ જણાવ્યું હતું અને પોલીસે તેને ઝડપી લીધો હતો.

આરોપીને પાઠ ભણાવવા માટે યુવતીએ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી તેમજ યુવકને કોર્ટ સુધી ઢસડી જવાનું જણાવ્યું હતું. આરોપી યુવકે પોલીસને જણાવ્યું હતું કે આ ઘટના વખતે તે દારૂના નશામાં હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top