મુંબઈથી એક એવો મામલો સામે આવ્યો છે કે જ્યાં એક 16 વર્ષીય ટિકટોક સ્ટાર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે, તેણે એક નાબાલીક છોકરી સાથે રેપ કર્યો છે. આટલું જ નહી પરંતુ છોકરીએ આપત્તિજનક વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. પોલીસે તેના પર અને તેના દોસ્તો પર કેસ દાખલ કર્યો છે.
હકીકતમાં આ મામલો મુંબઈના જેજે માર્ગનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેજે માર્ગ પોલીસે 16 વર્ષીય ટીકટોક સ્ટાર અને તેના બે મીત્રો પર એક નાબાલીક છોકરી સાથે રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કહ્યું કે, આરોપીએ છોકરીના પ્રાઈવેટ ફોટોગ્રાફ વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.
અધિકારીએ જણાવ્યું કે, આરોપી છોકરીનો મિત્ર હતો, તેણે છોકરીના પ્રાઈવેટ વિડીયો એ સમયે બનાવ્યા કે જ્યારે છોકરીને આ વાતની ખબર નહોતી. તેણે છોકરીની પ્રાઈવેટ ક્ષણો દરમિયાન કેટલાક વિડીયો રેકોર્ડ્સ કર્યા હતા અને આ મામલે તે છોકરીને જાણકારી નહોતી. આરોપીએ ધમકી આપી કે જો તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું વિડીયો વાયરલ કરી દઈશ.