જાણીતા શાયર મુનવ્વર રાણાના ઘરે પોલીસની રેડ

યુપી પોલીસ શાયર મુનવ્વર રાણાના પુત્ર તબરેજની ધરપકડ માટે ગુરૂવાર રાત્રે 2 વાગ્યે પોલીસ હુસેનગંજના લાલકુઆ સ્તિત એફઆઇ ટાવર ઢીંગરા એપાર્ટમેન્ટમાં તેમના ફ્લેટમાં પહોચી હતી. આ દરમિયાન પોલીસે રેડ કરી હતી. લખનઉં અને રાયબરેલી પોલીસે ફ્લેટમાં તપાસ કરી હતી પણ તબરેજ ઘરે મળ્યો નહતો.

. તબરેજના પરિવારજનોનું કહેવુ છે કે પોલીસે ઘરમાં તાંડવ કર્યુ અને તમામના મોબાઇલ ફોન છીનવી લીધા હતા. પોલીસે મહિલા સાથે ખરાબ વ્યવહાર પણ કર્યો હતો. મુનવ્વર રાણા અને તેમની પુત્રીએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે, સાથે જ પોલીસના વ્યવહારથી નારાજ છે.

પોલીસની રેડ બાદ શાયરે વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં તેમણે કહ્યુ કે એક દિવસ અમારી જંગલમાં લાશ પડેલી મળશે. પોલીસ દ્વારા બિકરૂ કાંડ કરવાની તૈયારીમાં છે. આમાં આટલો વિવાદ કરવાની શું જરૂરત છે. હવે આ મુનવ્વર રાણા બિકરૂ કાંડ થઇ ગયુ છે. જ્યારે પોલીસ કર્મીઓને વોરંટ વિશે પૂચવામાં આવ્યુ તો મને હટવા માટે કહેવામાં આવ્યુ હતું.

મુનવ્વર રાણાએ કહ્યુ કે પોલીસે ગુંડાગર્દી કરી હતી, તેમાં કોઇ મને મારી પણ નાખશે અને ના મારે તો આ સ્થિતિમાં હું મરી જઇશ. પોલીસે મને હટવા માટે કહ્યુ હતું. હું કેવી રીતે ખસી જાઉં તે મારો પુત્ર છે. મારી સૌથી મોટી ભૂલ છે કે મે તેને પેદા કર્યો છે. તબરેજે આરોપ લગાવ્યો હતો કે તેને મારવા માટે કોઇએ તેની કાર પર ગોળીબાર કર્યો હતો.

મુનવ્વર રાણાએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉભા કરતા કહ્યુ કે બિકરૂ કાંડ બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ સ્થિતિમાં હું મરી જઇશ, તેની માટે પોલીસ જ જવાબદાર છે. શાયર મુનવ્વર રાણાના પુત્ર તબરેજની ધરપકડ માટે ગુરૂવારે મોડી રાત્રે 2 વાગ્યે રાયબરેલી પોલીસ લખનઉં પહોચી હતી.

Scroll to Top