રાજકોટમાં ગર્ભવતી મહિલાની ક્રુરતા પૂર્વક હત્યા

ગુજરાતમાં દિવસે ને દિવસે ક્રાઈમ વધી રહ્યું છે. ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે, નાની વાતમાં લોકો કોઈની હત્યા કરતા પણ વિચારતા નથી. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષીત હોવાની વાતો થાય છે પરંતુ હવે આ વાત પર ગૌરવ લેતા સહેજ ખચકાટ થતો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતમાં ગુનેગારો જાણો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.

રાજકોટ શહેરના કાલાવડ રોડ પરના રવિ પાર્કમાં એક મહિલાને તેના પૂર્વ પતિએ ગોળી મારતા તેનું મોત થઇ ગયું છે. પકડાઇ  ગયેલા આરોપી આકાશ રામાનુજના સરિતા સાથે છૂટાછેડા થયેલા હતા, અને હવે સરિતા તેના બીજા પતિ સાથે રહેતી હતી દરમિયાન જ્યારે તેઘરે હતી ત્યારે તેનો પૂર્વ પતિ તેના ઘરે આવી ગયો હતો.

બ્યુટિ પાર્લર ચલાવતી સરિતા અને તેના પતિ પંકજ બંને જમવા બેઠા હતા ત્યારે આરોપીએ અહીં આવીને બોલાચાલી કરી હતી, અચાનક રિવોલ્વોરથી ફાયરિંગ કરતા સવિતાની છાતીએ ગોળી વાગતા તેનું મોત થઇ ગયું હતુ. સ્થાનિકોએ જણાવ્યું છે કે પૈસાની કોઇ લેતી દેતી મામલે પહેલા બબાલ થઇ હતી અને આકાશે ફાયરિંગ કર્યું હતુ. સાથેજ સરિતા 7 મહિનાના ગર્ભવતી હતા જેથી જે આરોપીએ બે હત્યાઓ કરી છે. પોલીસે ઘટના સ્થળે જઇને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કેસની વધુ તપાસ હાથ ધરી છે, હાલમાં પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ થઇ રહી છે.

Scroll to Top