છેલ્લા 500 વર્ષથી ‘ભોળાનાથ’ ની સેવા કરી રહ્યો છે આ મુસ્લિમ પરિવાર – જાણો વધુ

આજે દુનિયાભરમાં ધર્મના નામે ખૂબ ઝઘડા અને રાજનીતિ થઈ રહી છે. ધર્મના નામે લોકોને એકબીજા વિરુદ્ધ કરીને તેમનું વિભાજન કરવાનું ચલણ દુનિયામાં ખૂબ જૂનું છે. સમગ્ર વિશ્વમાં હાલ ધર્મના નામે નફરત ફેલાવાઈ રહી છે, પરંતુ હજું પણ એવા કેટલાક લોકો બાકી છે જે આ બધાથી દૂર સમાજમાં અને દેશમાં પ્રેમ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આવા જ એક વ્યક્તિ છે અસમના મતિબર રહેમાન.

અસમના ગુવાહાટી સ્થિત રંગમહલ ગામમાં એક મુસ્લિમ પરિવાર એક શિવ મંદિરની દેખરેખ પાછલા 500 વર્ષોથી કરી રહ્યો છે. મુસ્લિમ પરિવારના વડીલ મતિબર રહેમાને કહ્યું કે આ 500 વર્ષ જૂનું મંદિર છે, અમારો પરિવાર ત્યારથી તેની દેખરેખ કરી રહ્યો છે. આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોના લોકો આવે છે અને પ્રાર્થના કરે છે.

આ મંદિર તેમના ઘરની પાસે જ સ્થિત છે. મંદિરની દેખરેખ કરવાનું કામ તેમના પૂર્વજો કરતા હતા અને આ પરંપરાને તેમણે જાળવી રાખી છે. રહેમાન કહે છે કે, તેમનો પરિવાર પાછલી સાત પેઢીથી મંદિરની દેખરેખ કરે છે. રોજ સવારે અને સાંજ નમાજ બાદ રહેમાન આ મંદિરની સાફ-સફાઈ કરે છે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો એક સાથે પૂજા અને પ્રાર્થના કરે છે. પહેલા મતિબર રહેમાનના પિતા આ મંદિરની દેખરેખ કરતા હતા, પરંતુ તેમના મૃત્યુ બાદ આ પરંપરાને હવે મતિબર જીવિત રાખી રહ્યા છે.

તેમનું કહેવું છે કે તેમના મૃત્યુ બાજ તેમનો દીકરો આ કામ કરશે. ખુશીની વાત તો એ છે કે ગામના મુસલમાન મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ શિવ મંદિરમાં નિયમિત રૂપે આવીને દીવો પ્રગટાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top