વડોદરાની 200 મુસ્લિમ વિધાર્થિનીઓએ તૈયાર કરેલી રાખડીઓ જવાનો બાંધશે

વડોદરા: દેશની સરહદો ઉપર કુદરતી આપત્તીઓનો સામનો કરીને દેશવાસીઓને રક્ષા કરતા જાબાંઝ જવાનો રક્ષાબંધનના દિવસે વડોદરાની 200 મુસ્લીમ વિદ્યાર્થીનીઓએ તૈયાર કરેલી રાખડી પહેરશે. આ રાખડીઓ કચ્છ સરહદ ઉપર ફરજ બજાવતા બી.એસ.એફ. જવાનોને મોકલવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા સંચાલિત કવિ સુંદરમ્ પ્રાથમિક સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો સલામત રહે તેવી દુઆ કરી હતી.

દેશની સરહદ ઉપર જવાનો ખડે પગે બજાવે છે ફરજ

દેશવાસીઓ નિશ્ચિંત બનીને રક્ષાબંધન, દિવાળી, હોળી-ધુળેટી, ક્રિસમસ જેવા તહેવારો મનાવે તે માટે દેશના જવાનો કુદરતી આપત્તીઓનો સામનો કરીને દેશની સરહદ ઉપર જવાનો ખડે પગે ફરજ બજાવે છે. દેશની સીમાઓ ઉપર ફરજ બજાવતા જવાનોને તહેવારોમાં પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવાની ઇચ્છા થતી હોય છે. પરંતુ, જવાનો પહેલાં દેશની સીમાઓની ચિંતા કરતા હોય છે.

બહેનો રાખડીઓ મોકલવા સાથે કરે છે પ્રાર્થના

આગામી તા.26 ઓગષ્ટ-018ના દિવસે ભાઇ-બહેનના પ્રેમનો પવિત્ર પર્વ રક્ષાબંધન છે. દેશની સરહદો ઉપર ફરજ બજાવતા જવાનોને તેઓની બહેન રાખડી બાંધવા જઇ શકતી નથી. આવા દેશના જવાનો માટે દેશની દરેક કોમની બહેનો રાખડી મોકલે છે અને સીમા ઉપર ફરજ બજાવતા જવાનો માટે પ્રાર્થના કરે છે.

કવિ સુંદરમ્ પ્રાથમિક શાળાની વિધાર્થિનીઓએ બનાવી છે રાખડીઓ

વડોદરાના હાથીખાના વિસ્તારમાં આવેલી કવિ સુંદરમ્ પ્રાથમિક શાળામાં મુસ્લીમ સ્ટુડન્ટો અભ્યાસ કરે છે. આ સ્કૂલની 200 વિદ્યાર્થીનીએ એલિકઝર ફાઉન્ડેશનની મદદથી સ્કૂલમાંજ દેશની સીમાઓ ઉપર ફરજ બજાવતા જવાનો માટે પોતાના હાથથી રાખડીઓ તૈયાર કરી છે.

જવાનો હંમેશા ખુશ રહે તે માટે કરાઈ દુઆ

વિદ્યાર્થીની આયશા શેખે જણાવ્યું હતું કે, સરહદ ઉપર રાત-દિવસ કુદરતી આપત્તીઓનો સામનો કરીને દેશવાસીઓની સેવા કરતા જવાનો માટે રાખડીઓ તૈયાર કરી છે. અમે દુઆ કરીએ છે કે, દેશની સીમા ઉપર ફરજ બજાવતા આપડા જવાનો હંમેશા ખૂશ રહે. અને અલ્લાહ તેઓને દેશની રક્ષા કરવા માટે તાકાત આપે.

કચ્છ સરહદ ઉપર ફરજ બજાવતા બી.એસ.એફ. જવાનોને મોકલાશે રાખડીઓ

અલિકઝર ફાઉન્ડેશનના પ્રમુખ મિતેષ રાઠોડે જણાવ્યું હતું કે, પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ સ્કૂલોમાં રાખડીઓનો બનાવવાનો વર્કશોપો રાખવામાં આવ્યો છે. શહેરની સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવનારી રાખડીઓ ગુજરાતની કચ્છ સરહદ ઉપર ફરજ બજાવતા બી.એસ.એફ. જવાનોને મોકલવામાં આવશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here