આ જ લોકો કોરોનાની ત્રીજી લહેરને નોતરશે! જૂઓ બેફામ બનેલા લોકોનો આ વાયરલ વિડીયો

ઉત્તરાખંડનું જાણીતું પર્યટન સ્થળ મસૂરી અત્યારે પ્રવાસીઓથી ભરાઈ ગયું છે. કોરોના પ્રતિબંધોમાં છૂટ બાદ તમામ પહાડી વિસ્તારોમાં લોકોની ભીડ રજાઓ ગાળવા માટે પહોંચી છે. ભારતના મોટાભાગના હિલ સ્ટેશનોમાં હોટલ્સ બૂક થઈ ચૂકી છે. ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. પરંતુ ત્યાં જઈને આ લોકો ભૂલી ગયા છે કે, કોરોના ઓછો થયો છે ગયો નથી. અનેક પ્રકારના એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં લોકો ભારે માત્રામાં માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરતા દેખાઈ રહ્યા છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઉત્તરાખંડના જાણીતા પર્યટન સ્થળ મસૂરીનો છે કે જ્યાં મોટી માત્રામાં લોકો ઝરણા નીચે સ્નાન કરતા દેખાઈ રહ્યા છે. પરંતુ લોકોની આ ભીડ કદાચ કોરોના હજી છે તેવું ભૂલી ગઈ લાગે છે. ભીડમાં ઉપસ્થિત કોઈ એક વ્યક્તિએ પણ માસ્ક પહેર્યું નથી.

Infobug નામના એક ટ્વીટર યુઝરે એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોને કેટલીય વાર શેર કરવામાં આવી ચૂક્યો છે. કેટલાય લોકો આ વિડીયો પર કમેન્ટ્સ કરીને આ લોકોને મૂર્ખ કહી રહ્યા છે. મસૂરીમાં કુલદી બજાર અને માલ રોડ જેવી જગ્યાઓ પર સામાન્ય રીતે ભીડ રહેતી જ હોય છે. પર્યટકોની સંખ્યામાં વૃદ્ધીના કારણે નૈનીતાલમાં પણ આવી જ સ્થિતી છે. ઉત્તરાંડ સિવાય હિમાચલ પ્રદેશમાં પણ 5 લાખથી વધારે પર્યટકો પહોંચ્યા છે.

Scroll to Top