નર્મદા સ્થિત કેવડિયા કોલોનીમાં સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ થઇ ગયું છે.અને ડ્રોનની તસ્વીરો બાદ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદરની તસવીરો સામે આવી છે. PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદરની તસવીરો સામે આવી છે. જે અદભૂત છે. તો સાથે જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતાઓ પણ ઘણી જ ખાસ છે. તેની વાત કરવામાં આવે તો… સ્ટેચ્યુ ઓફ યુનિટી લગભગ 68000 મેટ્રિક ટન કોન્ક્રીટ વપરાયું છે
તેમજ પ્રતિમા બનાવવામાં 5700મેટ્રિક ટન જાડા -પાતળા સળિયા પણ વપરાયા છે. સ્ટેચ્યુનાં શરીરનો ઢાંચાની ફ્રેમિંગ કરીને 1900 મેટ્રિક ટન કાંસાથી સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજ્ક્ટનું લોકર્પણ 31 ઓક્ટોબરનાં રોજ PM નરેન્દ્ર મોદીનાં હસ્તે કરવામાં આવશે. જેની તૈયારીઓને અંતિમઓપ આપવામાં આવી રહ્યો છે.
રોજનાં 15000 પ્રવાસીઓ લેશે મુલાકાત
લોકાર્પણ બાદ રોજ 15000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત પર્યટકો માટે મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. સાથે ભારતમાં આવનાર દરેક વિદેશી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયા સુધી પહોંચવા એસકેલેટર અને બાદમાં ઉપર જાવા માટે લિફ્ટ સહિતની સુવિધા છે.
31 ઓક્ટોબરે PM મોદી કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ
વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ માટે તૈયાર છે. આગામી 31મી ઓક્ટોબરે પીએમ મોદી આ પ્રતિમાને લોકાર્પિત કરવાના છે. ત્યારે વહીવટી તંત્રએ દિવસ-રાત દોડધામ કરી લોકાર્પણને સફળ બનાવવા કમર કસી છે.
1.23 કરોડનાં ખર્ચે થશે લાઇટિંગથી સુશોભિત
આ સ્ટેચ્યૂને 1.23 કરોડના ખર્ચે કાયમી લાયટીંગથી સુશોભિત કરાયું છે. આ સાથે તેને રંગબેરંગી લાઈટોથી સજાવવા માં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા ભારત ભવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વ્યુ પોઇન્ટ 1 કેવડિયા કોલોની સુધીના લગભગ 7 થી 8 કિલોમીટરના વિસ્તારને LED લાઈટથી સજાવવા તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે.. સ્ટેચ્યુની ફરતે 3 અલગ અલગ મોટા ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા છે.. જેમાં એક પોલ પર 24 વ્હાઇટ ફ્રેઝર લાઈટ લગાવામાં આવશે. સામેના પોલ પર 50થી વધુ લાઈટો લગાવાશે. એક લાઈટ 1000 વૉલ્ટની હશે.. આ લાઇટિંગનો નજારો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે તેવા એંધાણ છે.
‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ વિશેષતાઓ
2400 કરોડના ખર્ચ સાથે 182 મીટરની સૌથી ઉંચી પ્રતિમાનો વિશ્વ રેકોર્ડ. ગેલેરીમાંથી 3000 પર્યટકો ડેમ સાથે વિધ્યાંચલની પર્વતમાળાઓ નિહાળી શકશે. સરદારે સેવેલું ડેમનું સ્વપ્ન તેમના હૃદયમાંથી જોવાની તક મળે તેવી ભવ્ય વ્યુ ગેલેરી.
એક સાથે 200 થી વધારે પ્રવાસી વ્યુ-ગેલેરીનો લાભ મેળવશે. 182 મીટર એટલે લગભગ 50 માળ જેટલી ઉંચી પ્રતિમાની ગેલેરી સુધી પહોંચવા લિફ્ટમાં માત્ર સાત સેકેન્ડ થાય છે.
પ્રતિમાને વિરાટ કદમાં અનેક એક્ઝિશન હૉલ, થિયેટરો, કાયમી પ્રદર્શનો સાથે ગુજરાતની આઝાદીનું ઈતિહાસ પ્રદર્શન તરીકે રહેશે. આઝાદીના સેનાપતિઓનું મોટુ સન્માન ગણાવી શકાય તેવું વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થાય તેટલું સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વિશાળ કદ.
70 હજાર ટન સીમેન્ટ, 25 હજાર ટન સ્ટીલ, સાથે કાશ્યના આવરણ સાથે બનેલી આ પ્રતિમાનું કુલ વજન 1700 મેટ્રિક ટન જેટલું અંદાજ્યું છે.
સરદારની જન્મજંયતિના દિવસે આ પ્રવાસન સ્થળ પર ફ્લાવર ગાર્ડન, બોટિંગ, અનેક હોટલ, સરકારી ભવન, ફૂડપાર્ક, ઈલેક્ટ્રિક સંચાલિત મોટર- વાહન વ્યવસ્થા, રોશની વગેરે મુખ્ય આકર્ષણો રહેશે. સરદાર સરોવર ડેમ સાઈટ હવેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આગળ ઓળખ મેળવશે, કેમકે તેના પાયામાં ગુજરાતની ગામેગામેથી માટી તથા સ્ટેચ્યૂ બનાવવા માટે ખેડૂતોએ આપેલું લોખંડ સામેલ કર્યું છે. જેમા સાચી એકતાનો ભાવ જોડવામાં આવ્યો છે.
મુળ સાધુ બેટ પર જ્યાં આ પ્રતિમા બની છે તેનો રસપ્રદ ઈતિહાસ આ છે કે સતત વહેતી નર્મદા નદી પર આ એકમાત્ર ટેકરી‘ બેટ’ તરીકે પૂર સમયે પણ બહાર રહેતી અને ત્યાં પ્રક્રિયા પથ પર સાધુઓ નિવાસ કરતા તેમ તે સાધુબેટ તરીકે પ્રચલિત બની. હવે વાહ તાજ નહી વાહ સરદાર પ્રચલિત થશે, વિશ્વના પ્રવાસીઓ માટે વડોદરા એરપોર્ટથી કેવડિયા સુધીનો નવો રસ્તો તથા આસપાસના પ્રવાસધામોને જોડતો ટુરીઝમ રૂટ તૈયાર કરાશે, જેમાં ગુજરાતના મુખ્ય શહેરોને જોડવામાં આવશે.
પ્રતિમાના વ્યું પોઈન્ટ પરથી ફ્રન્ટ અને બેક આમ બંને વ્યૂ જોઈ શકાય છે.વિશ્વની બાકીની પાંચ પ્રતિમાઓમાં ચીન અને જાપાનમાં ભગવાન બુદ્ધની પ્રતિમાઓ છે. એટલે કે કુલ 6 પ્રતિમાઓમાંથી ત્રણ પ્રતિમા અને બે મહાપુરુષો ભારતની ધરતીપર પેદા થયા છે.
બુદ્ધની પ્રતિમા પાંચસો વર્ષ પછી બની જ્યારે સરદાર પટેલની પ્રતિભા અને પ્રતિમા માત્ર 100 વર્ષમાં જ વિશ્વસનીય બની.
રાત્રિ રોકાણ માટે ટેન્ટસીટીનું કાયમી ધોરણે આયોજન છે જે એક સાઈડ ડેમ તથા અન્ય જગ્યાઓ પર કાયમી ધોરણે વિકસિત કરાશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સરદાર મંત્ર આ સ્મારક પૂર્ણ કરવા પ્રયાસ થશે. જેના કારણે વિશ્વમાં એકતાની ભાવના વધશે.