હવે નેશનલ હાઇવે પર ના ઢાબા માં પણ ખુલશે પંપ! નીતિન ગડકરીએ આપી મહત્વ ની જાણકારી

હવે તમને ટૂંક સમયમાં જ નેશનલ હાઇવે પર ઢાબા પર ફૂડ તેમજ પેટ્રોલ પંપ અને અન્ય ઘણી સુવિધાઓ મળશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી (કેન્દ્રીય મંત્રી)એ તેમના મંત્રાલયના અધિકારીઓને તેના માટે કામ કરવા જણાવ્યું છે. આનાથી સામાન્ય લોકોને સુવિધા મળશે અને ઢાબા માલિકોને નવી વ્યવસાયિક તક પણ મળશે.

ઢાબા પર પેટ્રોલ પંપ ખુલશે: માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી એ સોમવારે જણાવ્યું હતું કે તેમણે તેમના મંત્રાલયના અધિકારીઓને નાના ઢાબા માલિકોને નેશનલ હાઇવે પર પેટ્રોલ પંપ અને શૌચાલય બનાવવાની મંજૂરી આપવાની દરખાસ્ત પર કામ કરવા જણાવ્યું છે. ગડકરીએ કહ્યું કે કોઈએ તેમને મેસેજ મોકલ્યો હતો કે તેઓ મુસાફરી કરી રહ્યા છે અને 200-300 કિલોમીટરના રસ્તા દરમિયાન તેમને એક પણ શૌચાલય મળ્યું નથી.

હાઇવે પરના દબાણ થી પણ છૂટકારો મળશે: એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ કહ્યું કે લોકો રસ્તાની બાજુની જમીનો પર દબાણ કરી રહ્યા છે અને ઢાબા ખોલી રહ્યા છે. મેં મારા મંત્રાલયના અધિકારીઓને જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ માટે એનએચએઆઈ એનઓસીની જેમ આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના નાના ઢાબા માલિકોને પેટ્રોલ પંપ અને શૌચાલય ખોલવાની મંજૂરી આપવા પર પણ વિચાર કરવી જોઈએ.

Scroll to Top