હાલમાં મુંબઈના ડ્રગકાંડનો મામલો ઘણોચર્ચામાં બની રહ્યો છે, જેમાં દરરોજ કોઈને કોઈ નવા ખુલાસો સામે આવી રહ્યા છે. ત્યારે હવે આ મુંબઈના ડ્રગકાંડમાં લાંચનો જે આરોપ છે તેમાં હવે નવો વળાંક આવ્યો છે અને તેના પર વધુ નવા આરોપો કરવામાં આવ્યા છે.
NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર નવા આરોપો લગાવ્યા છે. જે ઉદ્ધવ સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે મંગળવારે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરી સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો છે. નવાબ મલિકે કહ્યું કે, વાનખેડે જે શૂઝ પહેરે છે તેની કિંમત 2 લાખ રૂપિયા છે અને તેના શર્ટની કિંમત 50 હજાર રૂપિયાથી વધુ છે.
NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ગયા વર્ષે એક કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બોલાવવામાં આવી હતી. તેમાં કરોડો એકત્ર થયા હતા. આ જ કેસમાં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણને પણ બોલાવવામાં આવી હતી. જો કે આ કેસમાં સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બોલાવવામાં આવી હતી. અને આજ સુધી આ કેસ બંધ થઈ રહ્યો નથી, અને ન તો તેના માટે ચાર્જશીટ થઈ રહી છે, આ કેસમાં એવું શું છે કે, 14 મહિનાથી કેસ બંધ થઇ રહ્યો નથી. ત્યારે આ કેસ હેઠળ હજારો કરોડની વસૂલાત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. NCB ની વિજિલન્સ ટીમે આ અંગે તપાસ કરવી જોઈએ.
આ ઉપરાંત મલિકે આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ‘લૂઈસ વિટનના જૂતાની કિંમત 2 લાખ રૂપિયા છે. તેઓ બૂટ બદલાતા રહે છે. તે જે ટી-શર્ટ પહેરે છે તેની કિંમત 30,000 રૂપિયાથી શરૂ થાય છે. ત્યારે NCP નેતાએ વધુમાં કહ્યું કે, આ તમામ કાર્યવાહી સરકારને બદનામ કરવા માટે છે.
ફડણવીસને પ્રશ્નો પૂછતા મલિકે કહ્યું, ‘તમારા કાર્યકાળ દરમિયાન, મુખ્ય પ્રધાન શહેરમાં રાજકીય લોકો શું કરી રહ્યા છે, શહેરમાં શું ચાલી રહ્યું છે તેની બ્રીફિંગ આપતા હતા. હું પૂછવા માંગુ છું કે, 4 સીઝન હોટલમાં સતત પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. તે પાર્ટીના આયોજક કોણ છે? તે પાર્ટીના દરેક ટેબલની કિંમત 15 લાખ હતી. આખી રાત ઉજવણી ચાલી. 15-15 કરોડની પાર્ટીના આયોજક કોણ હતા. કાલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, નવાબ મલિકના જમાઈના ઘરેથી ગાંજો મળી આવ્યો હતો, પરંતુ પંચનામામાં કોઈપણ એવી વસ્તુ મળી આવ્યાનો ઉલ્લેખ નથી. દેવેન્દ્ર ફડણવીસે માફી માંગવી જોઈએ.
નોંધનીય છે કે, મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ એનસીપી નેતા નવાબ મલિકા દ્વારા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે જાતિથી લઈને લગ્ન સુધીના અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. મલીકનો આરોપ છે કે વાનખડે મુસ્લીમ છે છતાં તેણે યુપીએસસીની પરીક્ષામાં ખુદને હિન્દુ પછાત તરીકે ગણાવીને નોકરી મેળવી છે તેણે આકોલાવાડીમાંથી આ બનાવટી દસ્તાવેજો મેળવ્યા છે. જો કે વાનખડેએ કહ્યું કે હું હિન્દુ મુસ્લીમ પરિવારનો છું અને મને તેનું ગર્વ છે. મે બન્ને લગ્ન કાનુની રીતે કર્યા છે. પ્રથમ લગ્નમાં સતાવાર છુટાછેડા લીધા છે. જેના કાનુની દસ્તાવેજો મોજૂદ છે. નવાબ મલીકે દાવો કર્યો કે ટુંક સમયમાં હું વાનખડેની સ્પે.26 રીલીઝ કરી. તેઓએ કહ્યું કે મારી પાસે 26 એવા કેસની માહિતી છે જેમાં વાનખડેએ કોઈ પ્રક્રિયાને અનુસરી નથી.