મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સવાદીઓએ પોલીસ વાનને નિશાન બનાવી IED વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટમાં સુરક્ષા દળના 16 જેટલા જવાન શહીદ થયા છે. IED બ્લાસ્ટની ઘટનાને અંજામ આપી નકસલવાદીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે.
મોડી રાત્રે નકસલવાદીઓએ 50 જેટલા વાહનોમાં આગ લગાવી હતી. જે બાદ નકસલવાદીઓએ ફરીવાર IED બ્લાસ્ટ કરી મોટી ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં તાત્કાલિક કાર્યવાહીના આદેશો છૂટ્યા છે. ઘટના સમયે 60 કમાન્ડોનું એક યુનિટ ઘટનાસ્થળેથી પસાર થઈ રહ્યું હતું. મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણ મતદાનને પગલે નક્સલવાદીઓ ગુસ્સામાં આવ્યા છે. સરકારે હાલમાં 10 જવાનો શહીદ થયા હોવાની બાબતને સત્તાવાર રીતે જાહેર કરી છે. આ ઘટનામાં 10 જવાનો ભારે ઇજાગ્રસ્ત થયા છે.
ગઢચિરોલીમાં પોલીસના વાહનમાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં 16 સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા હતા. મળતા સમાચાર પ્રમાણે આ બ્લાસ્ટ નક્સલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોમાં ભયનાં માહોલ છે. 2 વર્ષનો મહારાષ્ટ્રનો સૌથી મોટો હુમલો ગણવામાં આવી રહ્યો છે અને અત્યારે નક્સલી અને પોલીસ કર્મી વચ્ચે ફાયરિંગ ચાલી રહ્યું છે.ઘટના બાદ તંત્ર હરકતમાં આવી ગયું છેનક્સલીઓએ કુરખેડામાં મિક્સર મશીન, જનરેટર અને ટેન્કરોમાં પણ આગ લગાવી દીધી છે.
સાથે જ નક્સલીઓએ કુરખેડા-કોરચી માર્ગ પર ઝાડ કાપીને રસ્તો બંધ કર્યો હતો અને બેનર પોસ્ટર લગાવી દીધા હતા. નક્સવલાદીઓએ કુરખેડામાં આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક થઈ રહેલા મતદાનથી નક્સલવાદીઓમાં ભારોભાર રોષ હતો જેના કારણે તેમણે આઈઈડી બ્લાસ્ટને અંજામ આપ્યો હતો 1992 માં સી-60 ફોર્સ તૈયાર કરવામાં આવી હતી. જેમાં પોલીસના 60 પસંદગી પામેલા જવાનો સામેલ હોય છે.
તેમની ટ્રેનિંગ હૈદરાબાદ, બિહાર, નાગપુરમાં કરવામાં આવે છે. આ કમાન્ડોને મહારાષ્ટ્રની સૌથી ખતરનાક અને ઉત્કૃષ્ટ ફોર્સ માનવામાં આવે છે. સી-60ના કમાન્ડો પોતાની સાથે લગભગ 15 કિલો વજન ઉઠાવીને જંગલોમાં ફરતા રહે છે. જેમાં હથિયાર ઉપરાંત ખોરાક, પાણી, ફર્સ્ટ એડ અને બીજો જરુરી સામાન હોય છે.નક્સલવાદીઓ ગત વર્ષે 22 એપ્રીલના રોજ સુરક્ષા દળો દ્વારા માર્યા ગયેલા પોતાના 40 સાથીઓની પહેલી વરસી મનાવવા માટે પાછલા એક સપ્તાહથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે આ વિસ્તારમાં નિર્માણ કાર્યોમાં લાગેલ અમર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ના 3 ડઝનથી વધુ વાહનોને નિશાન બનાવી સળગાવી નાખ્યા હતા. નરેન્દ્ર મોદી એ આ ઘટના ની નિંદા કરી છે