કોરોના વાયરસની ત્રીજી સંભવિત લહેરની બાળકો પર કેટલી અસર થશે તે મામલે અધ્યયન ચાલી રહ્યું છે. વિશેષજ્ઞો અને વૈજ્ઞાનિકો અલગ-અલગ દાવાઓ કરી રહ્યા છે. આ કડીમાં WHO અને AIIMS નું સર્વેક્ષણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની બાળકો પર અસર થવાની શક્યતા નથી.
સર્વે અનુસાર, બાળકોમાં સીરો પોઝિટિવિટી રેટ પુખ્ત વયના લોકો કરતા ઘણો વધારે છે. પાંચ રાજ્યોમાં કરાયેલા આ સર્વેમાં કુલ 10 હજારનું સેંપલ સાઈઝ હતા, જેમાં 4500 લોકોના મિડટર્મ એનાલિસિનું પરિણામ બહાર પાડવામાં આવ્યુ છે. આ 4500 લોકો ચાર રાજ્યોના છે. બાકીના પરિણામો આવતા બે-ત્રણ મહિનામાં આવવાની આશા છે.
સમાચાર એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, WHO અને એઈમ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે, કોરોના સંક્રમણની ત્રીજી લહેરાં બાળકો વધારે પ્રભાવિત થાય તેવી આશંકા ઓછી છે. સર્વેમાં વયસ્કોના મુકાબલે બાળકોમાં સાર્સ-સીઓવી-2 ની સીરો પોઝિટિવિટી રેટ વધારે હતી. આ સર્વેક્ષણ દેશના પાંચ રાજયોમાં કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણમાં 10,000 નમૂના એકત્ર કર્યા હતા.
આ સર્વેનું નેતૃત્વ કરનારી એઈમ્સ, નવી દિલ્હીના કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર પુનીત મિશ્રાએ જણાવ્યું હતું કે, દક્ષિણ દિલ્હીની શરણાર્થી વસાહતો ગીચ વસ્તીવાળી છે, જ્યાં સીરોપ્રિવેલેન્સ (74.7) ખૂબ વધુ હોવાનું માલુમ પડ્યું છે. આ આંકડો અત્યાર સુધીમાં કરવામાં આવેલા સીરો સર્વેમાં સૌથી વધુ છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે બીજી લહેર પહેલા પણ દક્ષિણ દિલ્હીમાં રહેતા 18 વર્ષથી નાના બાળકોમાં સીરોપ્રિવેલેન્સ 73.9 ટકા હતો. ડો. મિશ્રાએ કહ્યું, દિલ્હી અને એનસીઆરમાં બીજી લહેર પછી સીરોપ્રિવેલન્સ ખૂબ વધારે છે. સંભાવના છે કે આ સીરોપ્રિવેલન્સ ત્રીજી લહેર સામે ઢાલ બની જશે.