અત્યારના સમયમાં કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો એ ચિંતાજનક બાબત છે. કારણ કે સમય જ એવો છે કે કોઈના પર વિશ્વાસ ન કરી શકાય. અત્યારના સમયમાં લોકોની માનસિકતા એટલી હદે ખરાબ થઈ ગઈ છે અને કેટલાક લોકોના મગજમાં વિકૃતિ એટલી હદે ચડી ગઈ છે કે, નાનકડી દિકરીઓનું પણ શારીરિક શોષણ કરતા તેઓ ખચકાતા નથી.
આવો જ એક કિસ્સો અમદાવાદનના ઈસનપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીંયા રમેશ મારવાડી ઉર્ફે કાળીયો નામના એક વ્યક્તિએ પોતાના પાડોશમાં રહેતી એક 4 વર્ષની બાળકી પર નજર બગાડી હતી. આ નાનકડી ફૂલ જેવી દિકરી જ્યારે પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી ત્યારે કાળીયાએ તેને ચોકલેટ આપીને લલચાવી અને બાજુના મકાનના બાથરૂમમાં લઈ ગયો હતો.
દિકરીને બાથરૂમમાં લઈને જઈને અંદરથી દરવાજો બંધ કરી દિધો હતો. થોડીવાર પછી તે બાળકીને લઈને બહાર આવ્યો હતો. પરંતુ તે જ્યારે દિકરીને લઈને બહાર આવ્યો ત્યારે દિકરી ખૂબ જ રડી રહી હતી. સમગ્ર ઘટનાક્રમ પાડોશના એક મહિલાએ જોયો હતો અને તેમણે આ દિકરીની મમ્મીને આખી હકીકત જણાવી હતી.
દિકરીની માતાએ જ્યારે દિકરીને આ વિશે પૂછ્યું તો દિકરીએ પણ પોતાની કાલીઘેલી ભાષામાં સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી. ત્યારે સમગ્ર મામલે દિકરીના પરિવારે પોલીસ ફરીયાદ કરી હતી. અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટટેશનમાં પોલીસે આરોપી રમેશ મારવાડીની તરત જ ધરપકડ કરી લધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.