BJP નેતાએ બ્યૂટિશિયન સાથે કર્યા લવ મેરેજ, થોડા મહિના બાદ પત્નીની લાશ મળતા તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

દેશમાં દિવસેને દિવસે હત્યા અને લૂંટફાટના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં મોટા ભાગે અફેર અને પ્રેમ સંબંધ અને ઘર પરિવારને લઈને સામે આવે છે. ત્યારે આવી ઘણી ઘટનાઓમાં હત્યાના ભેદ ઉકેલી શકાતા નથી ત્યારે આજે વધુ એક હત્યાનો ભેદ શોધી કાઢવામાં આવ્યો છે.

જો કે આ મામલે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના કોલાર વિસ્તારમાંથી 15 ઓક્ટોબરે ગુમ થયેલી બ્યુટિશિયન નૈના ઉર્ફે શિખાની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. આ પછી 24 વર્ષની આ બ્યૂટીશિયનની લાશ રાષ્ટ્રીય રાજમાર્ગ 69 પર મિડઘાટ સેક્શન પાસે મળી હતી. જેનો આજે પર્દાફાશ થયો છે.

24 વર્ષીય નૈના બ્યુટિશિયન હતી. બ્યૂટીશિયન નૈના ઉર્ફે શીખાના હત્યા (Murder) મામલામાં પોલીસે તેના પતિ અને બીજેપી (BJP) નેતા રજત કૈથવાસ (rajat kaithwas) સામે કેસ નોંધ્યો છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સ્પષ્ટ થઈ ગયું છે કે તેના પતિએ તેની નિર્દયતાથી હત્યા કરી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે તેનો પતિ ભાજપનો નેતા છે. રજત કૈથવાસ પોતાને ભાજપાની યૂથ વિંગ ભારતીય જનતા યુવા મોર્ચા શાહજહાંનાબાદ મંડલનો ઉપાધ્યક્ષ જણાવે છે. જે બીજેપી નેતા રજત કૈથવાસે એક વર્ષ પહેલા નૈના સાથે લગ્ન કર્યા હતા. જયારે કોલાર વિસ્તારમાં ગત 15 ઓક્ટોબરે નૈના અચાનક ગુમ થઇ ગઈ હતી. ત્યારે નૈનાના પિતા શારદા પાસવાને પણ પુત્રીના પતિ પર ગંભીર આરોપો લગાવ્યા છે. શારદાનો આરોપ છે કે રજતે તેની પુત્રીનો અશ્લિલ વીડિયો બનાવ્યો હતો. આ પછી તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. લગ્ન નહીં કરવા પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

જો કે એક વર્ષ પહેલા તેને રજત કૈથવાસ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.તે એક મહિનો સાસરિયામાં હતી. તે બાદ તે તેના માતાપિતા સાથે પિયરના ઘરે રહેતી હતી. શારદાનો આરોપ છે કે મહીનો ઘરમાં રાખ્યા પછી રજતે નૈનાને એ કહીને ભગાવી દીધી કે તેના માતા-પિતા લગ્નથી ખુશ નથી. નૈનાએ તેનો વિરોધ પણ કર્યો. જોકે રજતે તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી.

આ પછી પુત્રી પિયરમાં જઈને રહેવા લાગી હતી. 15 ઓક્ટોબરની સાંજે તેણીએ માતાને દુર્ગા માતાના દર્શન કરવા માટે કહ્યું પછી તે ઘરેથી નીકળી ગઈ. પરંતુ પાછી ફરી નહીં.16 ઓક્ટોબરે તેના પરિવારના સભ્યોએ કોલાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તપાસ કરતા આ બ્યૂટીશિયનની લાશ રાષ્ટ્રીય રાજમાર્ગ -69 પર મિડઘાટ સેક્શન પાસે મળી હતી.

નૈનાએ કોર્ટમાં તેના પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો.આ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે શારદા પાસવાને પોલીસને જણાવ્યું કે રજત કેસ પાછો ખેચવા માટે દબાણ બનાવી રહ્યો હતો. કેસ પાછો ના ખેંચવા પર હત્યાની ધમકી આપતો હતો.

આરોપી 15 નવેમ્બરના રોજ સલકનપુર મંદિરના દર્શન કરવાના બહાને ભોપાલથી નૈનાને લઈ ગયો હતો. પોલીસના મતે ષડયંત્ર અંતર્ગત તે નૈનાને ધાર્મિક સ્થળના બહાને સીહોર જિલ્લાના બુદની લઇને પહોંચ્યો હતો. બુદનીના જંગલમાં નૈનાની હત્યા કરીને તે ભોપાલ આવી ગયો હતો. પોલીસ તેના માતા-પિતાની પણ પૂછપરછ કરી રહી છે.

Scroll to Top