સુરતમાં માતાની નિષ્ઠુરતા બહાર આવી, બે દિવસના નવજાત પુત્રને ત્યજી માતા થઈ ફરાર

સુરતઃ ચોક બજાર ખાતે એક માતા બે દિવસના નવજાત પુત્રને ત્યજીને ફરાર થઈ જતા ચોતરફથી ફિટકાર વરસી રહી છે. હાલ બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું છે. અને તંદુરસ્ત હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જ્યારે એક મહિલા દ્વારા દતક લેવાની પણ તૈયારી દર્શાવી છે.

પુત્રને ત્યજી દેનાર માતા સામે ફિટકાર વરસી

ચોક બજાર ખાતે ગાંધી બાગ નજીકથી એક બિનવારસી હાલતમાં બાળક મળી આવ્યું હતું. બે દિવસના નવજાત પુત્રને ત્યજી માતા ફરાર થઈ ગઈ હતી. એક મુસ્લિમ મહિલાને બાળક નજરે પડતા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ બાળકને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. જ્યાં બાળકને એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું છે. જ્યારે પોલીસે બાળકને ત્યજી દેનાર માતાને શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે. અને પુત્રને ત્યજી દેનારા માતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

મહિલાએ બાળકને દતક લેવાની તૈયારી દર્શાવી

નવજાત બાળક એક મુસ્લિમ મહિલાને મળી આવ્યું હતું. મહિલા સિવિલ હોસ્પિટલ સુધી બાળકને લઈને પહોંચી હતી. અને બાળકને દતક લેવાની તૈયારી દર્શાવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, લગ્નના 6 વર્ષ બાદ પણ પુત્ર પ્રાપ્તિ ન થતા આ બાળકને દતક લેવાની ઈચ્છા છે.

બાળક તંદુરસ્ત છેઃ તબીબ

બાળ નિષ્ણાત તબીબો કહે છે, બાળક 1 કિલો 900 ગ્રામનું છે હેલ્ધી તંદુરસ્ત છે પછી ત્યજી દેવા પાછળનું કારણ તો માતા જ કહીં શકે છે. બાળકને ત્યજી દેનાર માતાની મમતા સામે ડોક્ટરોએ પણ ફિટકાર વરસાવી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here