વ્હોટ્સએપ લાવી રહ્યું છે બે નવા ફીચર્સ, જાણો શું હશે ખાસ

વ્હોટ્સએપ પોતાના યૂઝર્સ માટે બે નવા ફીચર લઈને આવી રહ્યું છે. આ ફીચર અંતર્ગત યૂઝર્સ વોયસથી વીડિયો કોલ્સમાં તાત્કાલીક સ્વિચ કરી શકાશે. પ્રક્રિયામાં ચાલી રહેલ બીટા વર્ઝન વિશે જણાવનારી પોપ્યુલર વેબસાઇટ Webetainfo અનુસાર વ્હોટ્સએપ એક નવું બટનનું નિર્માણ કરી રહ્યું છે. હાલમાં બન્ને ફીચર વૉટ્સએપના એન્ડ્રોઈડ બીટા એપ પર આવી ગયા છે. પરંતુ, દરેક યુઝર માટે તે ઉપલબ્ધ નથી.

આ ફીચરની મદદથી યુઝર વીડિયો અને વોઈસ કોલ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકશે, અને તે પણ જે કૉલ ચાલી રહ્યો છે તેને કટ કર્યા સિવાય. WhatsApp Beta infoના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ફીચરનું ઈન્ટરનલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો એક યુઝર સ્વિચ કરવા માંગે છે તો તેનો અર્થ એ નથી કે ડાઈરેક્ટ વોઈસ કોલથી વીડિયો કોલમાં ટ્રાન્સફર થઈ જશે. આના માટે કોલ પર હાજર બીજા યુઝરની પરમિશન લેવી જરુરી છે.ઘણાં યુઝર્સ એવા હોય છે જે લાંબી વાત કરવાની હોય તો વોઈસ મેસેજ મોકલે છે. એન્ડ્રોઈડ બીટા એપ પર જે ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, તે પ્રમાણે મેસેજ રેકોર્ડ શરુ થાય તે પહેલા એક ટૉગલ દેખાશે. ટૉગલની મદદથી યુઝર લોક્ડ વોઈસ મેસેજ રેકોર્ડિંગ કરી શકશે. એટલે કે રેકોર્ડ કરતી વખતે તમારો હાથ ફ્રી થઈ જશે, તમારે કી પ્રેસ કરી રાખવાની જરુર નહીં પડે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here