પોતાના લગ્ન કોઈપણ વ્યક્તિ માટે જીવનનું એક યાદગાર સંભારણું હોય છે. આ દિવસે જીવનમાં એક નવું વ્યક્તિ અને નવો સંબંધ ઉમેરાય છે કે જે ભારતીય સનાતન સંસ્કૃતિ અનુસાર 7 જન્મો સુધી સાથ આપે છે. તો જાનમાં ધરાઈને નાચતા દુલ્હાના મિત્રો અને સંબંધીઓ માટે આ પ્રસંગ ખાસ હોય છે અને તેઓ ખૂબ ખુશ હોય છે. આ ખુશીના મોકા પર કેટલાક લોકો ભાન ભૂલી જાય છે. આવું જ કંઈક એક દુલ્હા અને તેના મિત્ર સાથે થયું અને એક ફની મૂમેન્ટ ક્રિએટ થઈ ગઈ.
વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે જાનમાં જાનૈયાઓ નાચી રહ્યા છે. ત્યારે જ દુલ્હાનો એક દોસ્ત દુલ્હાને પોતાના ખભા પર ઉઠાવી લે છે અને ડાન્સ કરવા લાગે છે. ખભા પર ચઢેલો દુલ્હો પણ મોજમાં નાચી રહ્યો છે. આસપાસના બાળકો પણ ઢોલના તાલે જોરદાર નાચી રહ્યા છે. પરંતુ આ આનંદના માહોલમાં અચાનક નજારો બદલાય છે અને દુલ્હો પોતાના મિત્રના ખભા પરથી ધડામ કરતો નીચે પડી જાય છે. સાથે જ તેનો મિત્ર પણ જમીન પર પડી જાય છે. આસપાસના લોકો તુરંત જ દુલ્હાને ઉઠાવવા માટે ત્યાં આવી જાય છે.
View this post on Instagram
વિડીયોને જોઈને લોકો દુલ્હાને લઈને અફસોસ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ સાથે જ દુલ્હા અને તેના મિત્રોની મજાક પણ ઉડાવી રહ્યા છે. ત્યારે ચોક્કસ કહેવું પડે કે, દુલ્હાએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પોતાના લગ્નમાં આમ ભાન ભૂલી જઈએ તો જાહેરમાં, “આબરૂના કાંકરા થઈ જાય”